નર્મદા જિલ્લામાં પોષણ પખવાડયાની ઉત્સાહભેર કરાઈ ઉજવણી
અદાણી ફાઉન્ડેશન દ્વારા પોષણ પખવાડિયાનું સફળતાપૂર્વક આયોજન
25000થી વધુ લોકોએ તંદુરસ્તી વધારતી ઝુંબેશમાં ભાગ લીધો ઉત્સાહભેર
કુપોષણ મુક્ત ભારત માટે વ્યક્તિગત અને સામુદાયિક વ્યવહાર પરિવર્તન પર ભાર મુક્યો
નર્મદા જિલ્લામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લામાં ‘પોષણ પખવાડયાની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી.
શ્રેષ્ઠ ભારત માટે સ્વસ્થ ભારત એવા ઉમદા આશયથી અદાણી ફાઉન્ડેશન અવિરત કાર્યરત છે. તાજેતરમાં ગુજરાતના નર્મદા જિલ્લામાં પોષણ પખવાડિયાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. સુપોષણ પ્રોજ્ક્ટ હેઠળ જિલ્લાના 450 ગામોની મહિલાઓ અને બાળકો માટે અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી. આહાર-વ્યહવારને ઔષધ બનાવી તંદુરસ્તી વધારતી ઝુંબેશમાં 25000થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો.
‘સ્વસ્થ ભારત માટે સુપોષણ’ થીમને લક્ષ્યમાં રાખી મહત્તમ લોકો જાગૃત બને એવો પોષણ પખવાડાનો મુખ્ય ઉદ્દેશ છે. સરકારની ICDS યોજનાને સાંકળતા પખવાડિયા અંતર્ગત આયોજીત કાર્યક્રમોમાં પોષણ રેલી, સમુહ ચર્ચા, કુટુંબ પરામર્શ, ધાન્યમાંથી બનાવેલી વિવિધ વાનગીઓનું પ્રદર્શન, સ્વસ્થતા અંગેની સ્પર્ધાઓ, તંદુરસ્ત બાળક હરીફાઈ, પોષણ વાટિકા, શાળામાં ચિત્ર સ્પર્ધા, પ્રશ્નોત્તરી, હેલ્થ કેમ્પ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું કુપોષણ મુક્ત ભારત માટે વ્યક્તિગત અને સામુદાયિક વ્યવહાર પરિવર્તન માટે વિશેષ ભાર મુકવામાં આવ્યો. જેમાં પોષણયુક્ત વાનગીઓ બનાવવી, વ્યક્તિગત સ્વચ્છતા, બાળ ઉછેર અને સંભાળ, સમતોલ અને પોષણયુક્ત આહાર, કુપોષણ અટકાવવાના ઉપાયો વગેરેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
વિડીયો જર્નાલિસ્ટ વસિમ મેમણ સાથે સત્યા ટીવી તિલકવાડા નર્મદા