મહિલાના પરિવારમાં બે બાળક અને એક દીકરી છે. મહિલાનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં અનેક સવાલ ઉઠી રહ્યા છે.
ડાયમં નગરી સુરતમાં હચમચાવનારી ઘટના સામે આવી છે. શહેરના ડીંડોલી વિસ્તારમાં સળગેલી હાલતમાં મહિલાની લાશ મળી આવી છે. મહિલા સંપૂર્ણ પણે બળી જતાં મોત થયું હતું. મહિલાનું નામ સુજીદેવી ચૌધરી અને ઉંમર આશરે 45 વર્ષ છે. આજે સવારે 9.30 વાગ્યા આસપાસ ઘટના બની હતી.