
સુરતના સચીન વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અજાણ્યા વાહન ચાલકે યુવકને અડફેટે લીધો છે. અકસ્માત થતા જ યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેથી યુવકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે યુવકનું 24 કલાક સારવાર બાદ મોત નિપજ્યું. મૃતક યુવકનું નામ પ્રજવલ મનોજ વર્મા છે અને તેની ઉંમર 21 વર્ષની હતી. મળતી માહિતી પ્રમાણે પ્રજવલ 1 મહિના પેહલા જ દિલ્હીથી સુરત રોજગારી માટે આવ્યો હતો. પરિવારનો એકનો એક જ દીકરો હતો. ઘટનાની જાણ થતા જ પરિવાર દિલ્હીથી સુરત સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યો હતો.