Satya Tv News

ભરૂચમાં ગેસ અને વાહનચાલકોને વધતીજતી મોંઘવારીમાં મળશે રાહત

3 લાખ પાઇપ્ડ ગેસનાં વપરાશકર્તાઓને ગેસ બિલમા ₹200 થી 300 ની થશે બચત

સીએનજીના ભાવમાં કિલોએ 5.86 નો ઘટાડો કરાતા વાહન ચાલકોને મળશે રાહત

ભરૂચ જિલ્લામાં 3 લાખ પાઇપ ગેસ ધારકો અને દોઢ લાખ વાહનચાલકોને મોંઘવારીમાં આંશિક રાહત મળી છે.

YouTube player

આજરોજ ઘરવપરાશનાં ગ્રાહકો માટે પી.એન.જી.ના ભાવમાં સ્ટાન્ડર્ડ કયુબિક મીટર દીઠ ₹3.84 જેટલો ઘટાડો કરાતા ભરૂચ અને અંકલેશ્વર શહેર સહિત જિલ્લાનાં 3 લાખ જેટલા પાઇપ્ડ ગેસનાં વપરાશકર્તાઓને દર મહિનનાં ગેસ બિલમા ₹200 થી 300 ની બચત થશે. ડોમેસ્ટિક ઘરેલુ પી.એન.જી. ગેસનાં 50.43 સામે નવા ભાવ સ્ટાન્ડર્ડ કયુબિક મીટરે 46.69 કરાયો છે. સી.એન.જી. ગેસનાં ભાવ પણ કિલોએ 78.52 થી ઘટાડી 72.76 કરાયા છે. સીએનજીના ભાવમાં કિલો એ 5.86 નો ઘટાડો કરાતા વાહન ચાલકોને રાહત મળી રહેશે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: