Satya Tv News

Apr 8, 2023 #GUJRAT, #TILAKVADA

તિલકવાડા ચોકડી પર કન્ટેનર ચાલકે એકસાથે અનેક વાહનો અડફેટ આવતા સર્જાયો ગમખ્વાર અકસ્માત

તિલકવાડા ચોકડી પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

ઇક્કો ગાડી ચાર થી પાંચ બાઈકોને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત સર્જાયો

કલાકોની મહેનત બાદ ગાડી નીચેથી કરાયું રેસ્ક્યુ

તિલકવાડા ચોકડી આગળ બેરીકેટ અને સ્પીડ બ્રેકર મુકવા માટેની ઉઠવા પામી માંગ

તિલકવાડાની દેવલિયા ચોકડી તરફ થી એક કન્ટેનર ચાલક પોતાના કબજાનો કન્ટેનર પૂર ઝડપે હંકારી લાવતા તિલકવાડા ચોકડી નજીક આવતા અચાનક સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી દેતા એક 407 ટેમ્પો એક ઇક્કો ગાડી ચાર થી પાંચ બાઈકોને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બે મહિલા અને એક યુવક ગાડી નીચે દબાતા કલાકોની મહેનત બાદ રેકસયું કરવામાં આવ્યું

YouTube player

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આજ રોજ સવારના અંદાજિત 11:00 વાગ્યાના સમયગાળા દરમિયાન એક કન્ટેનર ગાડી નંબર NL 01 AE 6986 નંબરના કન્ટેનર ચાલકે પોતાની ગાડી ફૂલ સ્પીડમાં હંકારી લાવતા તિલકવાડા ચોકડી આગળ આવતા અચાનક ગાડીના સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી દેતા રોડની સાઈડમાં ઊભેલી એક 407 ટેમ્પો ગાડી નંબર GJ 16 X 8337 તથા એક ઇક્કો ગાડી નંબર GH 07 BN 4687 તથા રોડની સાઈડમાં ઊભેલી અંદાજિત ચાર થી પાંચ બાઈકોને અડફેટમાં લઈ પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં રોડની સાઈડમાં ઉભેલી બે મહિલાઓ તથા એક યુવક ગાડી નીચે દબાઈ ગયા હતા અને ગાડી ચાલકને કાચ તોડીને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ તે ઉપરાંત ત્રણ જીસીબી તથા એક હાઇડ્રા ની મદદ થી પોલીસ કર્મીઓ અને સ્થાનિક લોકો દ્વારા કલાકોની જેમત બાદ ગાડી નીચે દબાયેલા બે મહિલા અને એક યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા આ અકસ્માતમાં બંને મહિલાઓ અને એક યુવકને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું જાણવા મળેલ છે. અકસ્માત ને પગલે પોલીસ કર્મીઓ આરોગ્ય કર્મીઓ મામલતદાર તથા રાજનીતિક આગેવાનો અને સ્થાનિક લોકો ખૂબ મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી પડ્યા હતા અને આખું વિસ્તાર 108 એમ્બ્યુલન્સના સાઇરન થી ગુંજી ઉઠ્યું હતું અકસ્માતને પગલે તિલકવાડા ચોકડી આગળ બેરીકેટ અને સ્પીડ બ્રેકર મુકવા માટે લોક માંગ ઉઠવા પામી છે

વિડીયો જર્નાલિસ્ટ વસીમ મેમણ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: