Satya Tv News

ભરૂચમાં પંચાયત વિભાગ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે આવતીકાલે

પોલીસ વિભાગ દ્વાર સુરક્ષા વ્યવસ્થાની કરવામાં આવી સમીક્ષા

પરીક્ષામાં કુલ 380 બ્લોકમાં 11,400 જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે

ભરૂચ જિલ્લાના વિવિધ સેન્ટરો પર આવતીકાલે યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા સંદર્ભે પોલીસ વિભાગ દ્વાર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.

YouTube player

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ-ગાંધીનગર દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થઇ તમામ આવશ્યક વ્યવસ્થાને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. આગામી તા. 9 એપ્રિલ રવિવારના રોજ બપોરે 12:30થી 1:30 કલાક દરમિયાન જુનિયર ક્લાર્કની પરીક્ષા ભરૂચ જીલ્લાના 37 પરીક્ષા કેન્દ્ર ખાતે યોજાનાર છે.આ તમામ પરીક્ષા કેન્દ્ર ભરૂચ અને અંકલેશ્વર શહેર ખાતે પણ રાખવામાં આવ્યા છે. પરીક્ષામાં કુલ 380 બ્લોકમાં 11,400 જેટલા ઉમેદવારો પરીક્ષા આપનાર છે ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી. ભરૂચ વિભાગીય પોલીસ વડા સી.કે.પટેલની હાજરીમાં આજરોજ ભરૂચ શહેરના તમામ પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી અને પરીક્ષા દરમ્યાન કોઈ અનિરછનીય બનાવ ન બને એ માટે તકેદારીના પગલાં ભરવામાં આવ્યા હતા

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: