Satya Tv News

ડભોઈ ચાંદોદના નામચીન ટ્રસ્ટના સંચાલકે કોર્ટે કર્યો સજાનો હુકમ

ઉછીના લીધેલ નાણાં સામે આપેલ ચેક ફર્યા પરત

શ્રી જ્ઞાન સાધના આશ્રમના ટ્રસ્ટીઓને ફટકારેલી સજા કાયમ રાખતી સેશન કોર્ટ

ટ્રસ્ટીએ ફરિયાદી પાસેથી રૂપિયા સાડા ત્રણ લાખ રૂ.ઉછીના નાણાંની કરી માંગણી

ટ્રાયલ કોર્ટે આરોપીઓને સજા માટે દિન ૧૫ માં ટ્રાયલ કોર્ટ સમક્ષ કર્યા હાજર

ડભોઇમાં ચાંદોદના નામચીન ટ્રસ્ટના સંચાલક સ્વામી વિવેકાનંદ સરસ્વતી સામે કોર્ટે સજાનો હુકમ કર્યો હતો.જયારે ટ્રાયલ કોર્ટે ફરિયાદીને સાત લાખ વળતર ચૂકવવા અને આરોપીઓને બે માસની સાદી કેદ તેમજ વળતર ન ચૂકવે તો વધુ ત્રણ માસની સાદી કેદનો હુકમ કર્યો.

YouTube player

વડોદરાના સયાજીગંજ ખાતે રહેતા અને ઉડાણ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે ટિકિટ બુકિંગ એજન્ટની કામગીરી તેમજ ટૂર એન્ડ ટ્રાવેલ્સ બુકિંગનું કામકાજ કરતા પરેશ કનૈયાલાલ શાહ, અવર – નવાર વડોદરના ડભોઇ તાલુકાના પવિત્ર તીર્થધામ ચાંદોદ ખાતે ધાર્મિક કામ અર્થે અવર જવર કરતા હતા. ચાંદોદના દેવકૃષ્ણ મહાવીરાનંદ ટ્રસ્ટ અને તેના મેનેજિંગ ટ્રસ્ટી સ્વામી વિવેકાનંદ સરસ્વતી, શ્રી જ્ઞાન સાધના આશ્રમ ચાંદોદ ખાતે રહેતા ઇસમો સાથે પરિચયમાં આવેલ. ટ્રસ્ટને હાલ વિકાસ માટે નાણાંની જરૂર છે તેમ કહી આ ટ્રસ્ટીએ ફરિયાદી પાસેથી રૂપિયા સાડા ત્રણ લાખ રૂપિયા ઉછીના નાણાંની માંગણી કરેલ અને આ નાણાં બે માસમાં પરત કરવાના વાયદેથી માગણી કરેલ હતી.

પરંતુ અપૂરતા બેલેન્સના કારણે આ ચેકો પરત ફર્યા હતા જેથી ફરિયાદીએ ૨૧/૦૩/૨૦૧૩ ના રોજ પોતાના વકીલ મારફતે કાયદેસરની નોટિસ આપી હતી. તેમ છતાં આ રૂપિયા પરત ન મળતા ફરિયાદીએ ટ્રાયલ કોર્ટમાં ક્રિમિનલ કેસ નંબર ૨૧૨૧૭/૨૦૧૩ ના રોજથી કલમ ૧૩૮ હેઠળ ક્રિમિનલ દાવો દાખલ કરેલ હતો જે દાવો ટ્રાયલ કોર્ટમાં ચાલી ગયેલ અને ફરિયાદીના પક્ષમાં ૭/૦૫/૨૦૧૯ ના રોજ કોર્ટે ચુકાદો આપેલ હતો ટ્રાયલ કોર્ટે આપેલા ચુકાદા મુજબ આરોપીઓને ફરિયાદીને સાત લાખ રૂપિયા વળતર પેટે એક માસમાં ચૂકવવા હુકમ કરેલ અને સાથે બે વર્ષની સાદી કેદની સજા અને જો વળતર ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ ત્રણ માસની સાદી કેદનો હુકમ કરેલ હતો.

જે બાબતની વિગતે સુનાવણી સેશન કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી.સાથે ટ્રાયલ કોર્ટે આરોપીઓને સજા માટે દિન ૧૫ માં ટ્રાયલ કોર્ટ સમક્ષ હાજર થવા અને તેઓની કાયદેસરની કસ્ટડી લઈ આગળની કડક કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરવા હુકમ કરેલ છે. આમ નામદાર સેશન કોર્ટના વિદ્વાન ન્યાયમૂર્તિ માધુરી ધ્રુવકુમાર પાન્ડેય એ ખોટા ચેકો આપી છેતરપિંડી કરતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી સાથે વળતર અને કેદ કરવાનો દાખલારૂપ હુકમ કરેલ છે અને આરોપીઓએ કરેલી અપીલ ફગાવી દીધી છે.

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: