ભરૂચ ચોરીની ગાડી ખરીદનાર સહિત બે વોન્ટેડ ઝડપી
બે ગાડી સહિત રૂ.સવા પાંચ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
ગુજરાત રાજ્યના ફોર વ્હીલ ચોરીના ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ
ગુજરાત તથા મહારાષ્ટ્રમાં ફોર વ્હીલ ગાડીની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના ત્રણ આરોપીઓને ચોરીની બે ગાડી મળી કુલ રૂ.સવા પાંચ લાખ થી વધુના મુદ્દામાલ સાથે ભરુચ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી ગુજરાત ના કોર વ્હીલ ચોરીના નવ ગુનાનો ભેદ ઉકેલી અન્ય બે ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે..
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલે ની સૂચના ના આધારે ભરૂચ જીલ્લામાં ફોર વ્હીકલ ચોરીઓના ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા માટે ભરૂચ એલ.સી.બી.એ અલગ અલગ ટીમો બનાવી, ફોર વ્હીલની ચોરીના વિસ્તારની વિઝીટ કરી, આઇડેન્ટીફાય કરી, જરૂરી મેપ બનાવી, ડીકોઇ કરી, સી.સી.ટી.વી. ફુટેઝ, ટેકનીકલ સર્વેલન્સ વિગેરેની મદદ મેળવી ફોર વ્હીકલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા પ્રયત્ન હાથ ધરેલ.
એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટના માર્ગદર્શન અને સૂચના મુજબ જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ..જે માહીતીના આધારે એલ.સી.બી ટીમ તાત્કાલીક સુરત ખાતે રવાના થઈ, સુરત કામરેજ વાવ ખાતે વોચ તપાસમાં હતા દરમ્યાન ચોરીની ગાડી વાવ થી પલસાણા હાઇવે તરફ જતા દેખાતા તેનો ફિલ્મી ઢબે પીછો કરી બારડોલી રીલાયન્સ પેટ્રોલ પંપ પાસે કોર્ડન કરી રોકી લઈ વરના ગાડી સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા ..પોલીસ પકડી ન પાડે તે માટે વાઇફાઇ રાઉટર સાથે રાખી વોટસઅપ કોલ ઉપર કોલ કરી ચોરેલ ગાડીઓ નહીં પકડાયેલ આરોપી પંડીતને વોટસઅપ પર ફોન કરી સસ્તામાં ભાવમાં વેચી દેતા હતા..પોલીસે પંડિત તેમજ અરશદ ઉર્ફે આમિર ખાન ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ