Satya Tv News

ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. રાધનપુર એસટી ડેપોના ડ્રાઈવરનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે.

  • રાધનપુરમાં STના ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક
  • ચાલુ બસે ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક
  • ભારમલ આહીર નામના ડ્રાઈવરનું મૃત્યુ

પાટણના રાધનપુરમાંથી હાલ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાધનપુરમાં બસ ચલાવી રહેલા ડ્રાઈવરને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અને તેને કારણે તેમનું મૃત્યુ નીપજ્યું છે. બસ ડ્રાઈવરના નિધનથી પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે. 

મળતી માહિતી અનુસાર, રાધનપુર એસ.ટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ભારમલભાઈ આહીર આજે સોમનાથથી રાધનપુર જવા બસ લઈને નીકળ્યા હતા. રાધનપુરથી માત્ર 1 કિલોમીટર દૂર પહોંચ્યા બાદ તેમને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. જેથી તેઓ બસને પરત રાધનપુર ડેપોમાં લાવ્યા હતા. 

જે બાદ તેમને સહકર્મચારીઓ સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. હોસ્પિટલ ખાતે ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરે તેમના મૃત્યુ પાછળનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું.  ડ્રાઇવરે પોતાના મોત પહેલા બસ પરત ડેપોમાં લાવી મુસાફરોના જીવ બચાવ્યા હતા. ભારમલભાઈ આહીરના મૃત્યુની જાણ પરિવારને થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. તો સહકર્મીઓમાં પણ દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. 

1 અસામાન્ય હાર્ટ બીટ
2 જડબા, દાંત અને માથામાં દુ:ખાવો
3 ખભામાં દુ:ખાવો
4 સતત ખાંસી
5 છાતીમાં બળતરા થવી
6 ઉંઘમાં નસકોરા બોલાવવા
7 વધારે પડતો પરસેવો આવવો
8 વારંવાર ઉલ્ટી થવી
9 હાથમાં સોજો આવવો
10 શ્વાસ લેવામાં તકલીફ થવી

– તમારા વજનને ચેક કરતાં રહો અને જો વજન વધતો જોય તો તેને કંટ્રોલમાં રાખવાના ઉપાયો કરો 
– જે લોકો વજન વધવાની સમસ્યાના શિકાર છે એમને રેગ્યુલર એક્સરસાઈઝ કરવી જોઈએ 
– દરરોજ જમવામાં હેલ્થી ખોરાકનો સમાવેશ કરો 
– જો તમને હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા છે તો મીઠા વાળો ખોરાક ઓછો ખાઓ 
– વધુ કોફી પીવાથી પણ બ્લડ પ્રેશર વધે છે અને હ્રદય માટે ખતરનાક સાબિત થઈ શકે છે
– ડાયાબિટીસના દર્દીઓને દિલની બીમારીનો ખતરો વધુ હોય છે 
– ડોક્ટરની સલાહ લીધા વિના કોઈ પણ પ્રકારની દવાઓ ન લો 
– જો ચાલતા કે દોડતા સમયે હ્રદયના ધબકાર વધી જાય છે તો તુરંત ડૉક્ટરની સલાહ લો 

error: