Satya Tv News

ભરૂચમાં સિવિલ હોસ્પિટલ કોરોનાને માત આપવા બન્યું સજ્જ

40 બેડ ઓક્સિજન સાથેના અને 10 વેન્ટિલેટરની સુવિધા સાથે તૈયાર

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફરીથી કોરોના વિભાગ કરાયો શરૂ

150 બેડ સુધીની સગવડ કરવામાં આવશે ઉભી

ભરૂચ સિવિલ તંત્ર સજ્જ કરી દેવાયું

ભરૂચમાં પ્રથમ તબક્કામાં 40 બેડ ઓક્સિજન સાથેના અને 10 વેન્ટિલેટરની સુવિધા સાથે સિવિલ હોસ્પિટલ સજ્જ કરવામાં આવ્યું છે.

YouTube player

દેશભરમાં ફરી એક વખત કોરોનાનો નવો વોરિયન્ટ વિશ્વભરમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભરૂચમાં પણ કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્યતંત્ર કામે લાગ્યું છે.જેને લઈને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફરીથી કોરોના વિભાગ શરૂ કરાયો છે.જેમાં ઓક્સિજન સાથે ના 40 બેડ અને 10 વેટિલેટર વાળા બેડ ઓક્સિજન પ્લાન્ટ સહિતની સુવિધા થી સજ્જ કરવામાં આવ્યું છે..સાથે આવનારા સમય માં જો જરૂર પડશે તો 150 બેડ સુધી ની સગવડ પણ ઉભી કરવામાં આવશે.સાથે સાથે હોસ્પિટલના સ્ટાફને પણ એલર્ટ કરવામાં આવ્યો છે. કોરોનાની કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભરૂચ સિવિલ તંત્ર સજ્જ કરી દેવામાં આવ્યું છે.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: