Satya Tv News

સી.એસ.આર. પ્રવૃત્તિ હેઠળ ૭.૭૭ લાખ નું ફંડ સ્કૂલ કીટ માટે ઉપયોગમાં લેવાયુ

૨૧૦ વિદ્યાર્થીઓને ગણવેશ,સ્વેટર,દફતર,સુઝ,મોજા,નોટ બુક્સ,ટિફિન બોક્સ,વોટર બેગ અને કંપાસ સહિત ની કીટ આપવા આવી

આમોદ તાલુકાની કોલવણા અને આછોદ પ્રાથમિક શાળામાં પાંચ કોમ્પ્યુટર અને બે પ્રિન્ટર આપવામાં આવ્યા

વાગરા તાલુકા ના ગંધાર ખાતે પ્રાથમિક શાળા ના બાળકો ને ઓ.એન.જી.સી. દ્વારા સ્કૂલ કીટ નું વિતરણ કરવામાં આવ્યુ હતુ.વિદ્યાર્થીઓને ગણવેશ અને બેગ સહિત ની ઉપયોગી કીટ મળતા તેઓમાં ખુશી ની લહેર પ્રસરી જવા પામી હતી.
ઓ.એન.જી.સી. દ્વારા અસરગ્રસ્ત ગામો સહિત ના અન્ય ગામો માં સી.એસ.આર. પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.ONGC એ શિક્ષણ ના ઉપર વિશેષ ભાર મુક્યો છે.બાળકોમાં અભ્યાસ તરફ રુચિ કેળવાય એવા પ્રયત્નો સી.એસ.આર. ટીમ કરી રહી છે.જેના ભાગરૂપે વાગરા ના ગંધાર ગામની પ્રાથમિક શાળા ના ૨૧૦ વિદ્યાર્થીઓને ૭.૭૭ લાખના ખર્ચે આવેલ સ્કૂલ કીટ નું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

વિદ્યાર્થીઓને બે જોડી ગણવેશ, સ્વેટર,દફતર,સુઝ, મોજા, ટિફિન બોક્સ,વોટર બેગ અને કંપાસ,નોટબુક સહિત ની સાધન સામગ્રી મળતા બાળકોમાં અનેરી ખુશી જોવા મળી હતી.જ્યારે ગંધાર માધ્યમિક સ્કૂલ ને ત્રણ કોમ્પ્યુટર અને પ્રિન્ટર અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જી એમ એચ.આર. ના રૂપાંકરે વિદ્યાર્થોઓને અભ્યાસ માં રસ દાખવી ઉત્તમ શિક્ષણ મેળવવા કહ્યુ હતુ.જ્યારે ચીફ એન્જી. વિજય પટેલે બાળકો ને કહ્યુ હતુ કે સારું શિક્ષણ પ્રાપ્ત કરશો તો સમાજમાં માન મોભા માં વધારો થશે અને સારી પોસ્ટ મેળવી શકશો.અમદાવાદ જિલ્લા ગ્રામ ઉદ્યોગ ના ચિંતનભાઈ એ ઓએનજીસી ના ઉચ્ચ અધિકારીને સ્મૃતિ ચિન્હ આપી સન્માનિત કર્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ તાલુકાની કોલવણા અને આછોદ પ્રાથમિક શાળા માં પાંચ કોમ્પ્યુટર અને પ્રિન્ટર આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં એચ.આર. એકજીક્યુટિવ જીતેન્દ્ર લાલવાણી, ડી.જી.એમ. એસ.દુવા,પ્રોડક્શન વિભાગના ઉમેશભાઈ પટેલ, ગામ અગ્રણી તખતસિંહ ગોહિલ,આચાર્ય અજયભાઈ,કોલવણા સ્કૂલ ના આચાર્ય અશ્વિનભાઈ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: