Satya Tv News

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
12 04 2023 બુધવાર
માસ ચૈત્ર
પક્ષ કૃષ્ણ
તિથિ સાતમ
નક્ષત્ર મૂળ સવારે 11.57 પછી પૂર્વાષાઢા
યોગ પરિઘ બપોરે 3.17 પછી શિવ
કરણ વિષ્ટિ ભદ્રા સાંજે 4.43 પછી બવ
રાશિ ધન (ભ.ધ.ફ.ઢ.)

આજનું દિન વિશેષ

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં સુધારો જોવા મળશે. પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહેશે. આત્મિય સ્નેહીજનો ઉપર ક્રોધ ના કરો. કારણ વગરના ફાલતું ખર્ચથી બચવું.

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધનપ્રાપ્તિ માટેના ઉત્તમ યોગો બનશે. પરિવારમાં પરમ શાંતિ જળવાશે. અચાનક તબિયત ના બગડે તેનું ધ્યાન રાખવું. કામના બોજામાંથી મુક્ત થશો.

મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક અશાંતિનો અનુભવ થશે. કામકાજમાં સાધારણ તકલીફો રહેશે. મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે. સંપત્તિને લગતા પ્રશ્નો હળવા થશે.

કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ નાના-મોટા રોકાણોમાં લાભ જણાશે. નજીકના સંબંધીઓથી સહયોગ મળશે. ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે. કરેલા કાર્યોમાં સફળતા મળશે.

સિંહ (મ.ટ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ શેરબજારમાં સારો લાભ મેળવશો. શત્રુઓ ઉપર વિજય મેળવશો. ધંધાના કામમાં સારો લાભ થશે. પ્રેમસંબંધોમાં તકલીફ જણાશે.

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ અજાણ્યા સાથેનો વ્યવહાર નુકસાન કરાવશે. આવકમાં સાધારણ વધારો થશે. પરિવારજનોનો ભરપૂર સહયોગ મળશે. અકારણ ચિંતાથી કામ બગડશે.

તુલા (ર.ત.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સમજદારીથી કરેલા કામનો લાભ થશે. જૂના મિત્રોથી મુલાકાત થશે. તબિયત માટે સારો સમય નથી.  કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું.

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજના સ્થળે મન પ્રસન્ન રહેશે. તેમજ શેરબજારમાં સારો લાભ થશે. વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે. પરિવારમાં તનાવ અને માનસિક અશાંતિ રહેશે.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યવસાયમાં ઉત્તમ અવસર મળશે. ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો. કામકાજમાં મહેનતનું પ્રમાણ વધશે. શત્રુપક્ષથી સાવધાની રાખવી.

મકર (ખ.જ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સંપત્તિને લગતા કામકાજમાં લાભ થશે. રોજગાર માટે નવા અવસરો પ્રાપ્ત થશે. તેમજ રાજકીય કામ ધ્યાનથી કરવું. સંતાનની પ્રગતિથી મન પ્રસન્ન જણાશે.

કુંભ (ગ.સ.શ.ષ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વેપાર-વાણિજ્યમાં નવા વિચારો લાભ કરાવશે. આપના આત્મબળમાં વધારો થશે. જૂની પરેશાનીમાંથી રાહત મળશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે.

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવારમાં કોઈની તબિયતની ચિંતા રહેશે. કર્મક્ષેત્રમાં વિરોધીઓ પરેશાન કરશે. પારિવારિક શાંતિ જણાશે. જમીન-વાહન વગેરે કાર્યોમાં સફળતા મળશે.

શુભાંક – આજનો શુભ અંક છે 3
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય – આજે શુભ સમય સવારે 10.49 થી બપોરે 12.29 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે બપોરે 12.00 થી 1.30 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય 
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)

error: