Satya Tv News

અંકલેશ્વરના એટીએમ પરથી નાણાં ઉપાડવા ગયેલ મહિલાને રૂ 1.36 લાખની કરી ઠગાઈ

પકડાયેલા આરોપીએ 5 ગુનાની કરી કબૂલાત

વોન્ટેડ આરોપી સામે છેતરપિંડી સહિતના નોંધાયા છે 8 ગુના

અંકલેશ્વર -ભરૂચ પોલીસે ત્રણ મહિનામાં બાઇક પર ફરી મદદ કરવાના બહાને રાજ્યમાં 15 લોકોના એટીએમ કાર્ડ બદલી ₹3.63 લાખ સેરવી લેનાર બે ભેજાબાજોમાંથી એકને હસ્તગત કરી લીધો છે.

અંકલેશ્વરમાં ફેબ્રુઆરીમાં એટીએમ સેન્ટર પર નાણાં ઉપાડવા ગયેલા મહિલા પોલીસ કર્મચારી 1.36 લાખની ઠગાઈનો ભોગ બન્યા હતા. બનાવ અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પી.આઈ. આર.એચ.વાળા અને એલસીબી પી.આઈ. ઉત્સવ બારોટની ટીમોએ તપાસ હાથ ધરી હતી. નજીકના સીસીટીવી ચકાસી આરોપી મહેસાણાનો હોવાનું ખુલતા ભેજાબાજ શૈલેષ કનુ સલાટને ઝડપી લેવાયો હતો.આરોપી વોન્ટેડ સાથીદાર નાગજી પ્રભાત રબારી સાથે સ્પ્લેન્ડર બાઇક ઉપર નીકળી 3 મહિનામાં રાજ્યમાં 15 લોકોને એટીએમ ખાતે મદદ કરવાના નામે છેતરી ₹3.63 લાખ સેરવી લીધા હતા.પકડાયેલા આરોપીએ 5 ગુનાની કબૂલાત કરી છે તો વોન્ટેડ આરોપી સામે છેતરપિંડી સહિતના 8 ગુના નોંધાયેલા છે. ઝડપાયેલા શૈલેષ પાસેથી બાઇક, 3 એટીએમ કાર્ડ, રોકડા 62 હજાર, મોબાઈલ મળી એક લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: