15 મો કાર્યક્રમ મીટ વિથ સીનિયર સિટીઝન્સ બની રહ્યો જીવનભરનું સંભારણું
રમત-ગમત સાથે પ્રીતિ ભોજનમાં સવાસો વડીલોએ ઉમંગ-ઉત્સાહ સાથે લીધો ભાગ
ચેનલ નર્મદાએ “સમાચાર સાથે સમાજ સેવાનો” કર્યો મંત્ર સાકાર
ગ્રુપના નિયમ મુજબ કેક કાપીને બર્થ ડે સેરિમનીની ઉજવણી કરાઈ
ભરૂચ શહેર અને જિલ્લામાં વિઝ્યુઅલ મીડિયામાં 20 ઓગસ્ટ,1998માં પદાર્પણ કર્યાના 24 વર્ષ પૂર્ણ થતાં 20 ઓગસ્ટ 2022 થી રજત જયંતિ વર્ષની ઉજવણીમાં રૂંગટા સ્કૂલના સંસ્કાર ભારતી હોલમાં “મિટ વિથ સિનિયર સિટીઝન્સ” યોજ્યો, જેમાં ભરૂચ સિનિયર સિટીઝન્સ ગ્રુપ ના 125 થી વધુ આદરણીય વડીલોએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો.
આ કાર્યક્રમમાં વયસ્ક, અત્યંત અનુભવી એવા જુદા જુદા ફિલ્ડના મહાનુભાવો,વડીલોને એમના બચપણને યાદ કરાવવાનો સ્તુત્ય પ્રયાસ ઋષિ દવે અને જીગર દવે એ માનવીય કુકીઓ વડે ‘સાપ સીડી’ની રમત રમાડી ને સહુને બાળપણની યાદો તાજી કરાવી.પ્રિન્ટેડ મોટી સાપ સીડીના બોર્ડ પર સશક્ત અને ઉત્સાહી 14 જેટલા વડીલો ને ‘ સેલ્ફ કુકીઓ’ બનાવી પાસાઓ સાથે રમાડી-ચલાવીને બે વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા. આ રમત સ્પર્ધામાં પ્રથમ વિજેતા તરીકે તરુણ ઠાકોર બોર્ડ પર 100 નંબર પર પોહચતા તેમને પ્રથમ ઇનામ ઋષિ દવે દ્વારા સ્નેક્સ એન્ડ લેડર બોર્ડ આપવામાં આવ્યું.જ્યારે દ્વિતિય વિજેતા તરીકે જ્યોતિબેન પરીખને નરેશ ઠક્કર દ્વારા ફોટો ફ્રેમ આપવામાં આવી.
સમય મર્યાદાના પરિણામે વધુ રમતો રમાડવી અશક્ય બનતા,અને વીજકાપ વિલન બનતા અંધારપટે વડીલો નો કાર્યક્રમ ડિસ્ટર્બ થતા મોબાઇલની લાઈટો વચ્ચે કાર્યક્રમને ટૂંકાવવાની અને પૂરો કરવાની ફરજ પડી હતી.માર્ચ અને એપ્રિલ મહિનામાં ભરૂચના આ સિનિયર સિટીઝન્સ ગ્રુપના જે પણ સભ્યોની બર્થ ડે આવતી હતી,એમનો ગ્રુપના નિયમ મુજબ કેક કાપીને બર્થ ડે સેરિમનીની ઉજવણી કરાઈ જેમાં ઉંમર ભૂલીને સહુએ એક સાથે મોબાઈલ કેન્ડલ લાઈટના પ્રકાશમાં હેપ્પી બર્થ ડેનું ગીત ગાઈને ઉજવણીમાં જોડાયા. ચેનલ નર્મદાએ વડીલો સાથે ડિનરનો પણ કાર્યક્રમ સમાવિષ્ટ કર્યો હતો.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ