Satya Tv News

ભરૂચના દહેજ નજીક બાઈક અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં એકનું મોત

દહેજ હાઇવે પર અકસ્માતમાં એકનું મોત તેમજ અન્ય એક ઘાયલ

ગુનો દાખલ કરી તજવીજ હાથધરી ટ્રેલર ચાલકને ઝડપી પાડવાના કર્યા ચક્રોગતિમાન

ભરૂચ જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે,ખાસ કરી જિલ્લાના હાઇવે વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવતી હોય છે, તેવામાં વધુ એક અકસ્માતની ઘટના ભરૂચ-દહેજ હાઇવે પર આવેલ જોલવા ગામ પાસેથી સામે આવી છે, જ્યાં એક વ્યક્તિનું મોત તેમજ અન્ય એક વ્યક્તિ ઘાયલ થતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.

YouTube player

ભરૂચ દહેજ માર્ગ પર જોલવા નજીક ગત મોડી સાંજે જીઆઈડીસી વિસ્તાર માં આવેલ ખાનગી કંપની માંથી નોકરી કરી બે યુવાનો મોટર સાયકલ લઈ પરત આવી રહ્યા હતા દરમ્યાન જ સામે થી આવતા ટ્રેલર ના ચાલકે કાબુ ગુમાવી મોટર સાયકલ માં ઘુસી જતા બાઈક પર સવાર અંકલેશ્વર ના ગડખોલ પાટિયા પાસે રહેતા છોટુ સીંગનું ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું તેમજ અન્ય એક યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ ખસેડાયો હતો. અકસ્માતની ઘટના બાદ દહેજ પોલીસ દ્વારા મૃતકની લાશનું પોસ્ટ મોર્ટમ કરાવી મામલે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથધરી ટ્રેલર ચાલક ને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: