Satya Tv News

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
13 04 2023 ગુરુવાર
માસ ચૈત્ર
પક્ષ કૃષ્ણ
તિથિ આઠમ
નક્ષત્ર પૂર્વાષાઢા સવારે 10.42 પછી ઉત્તરાષાઢા
યોગ શિવ બપોરે 12.32 પછી સિદ્ધ
કરણ બાલવ સવારે 2.40 પછી કૌલવ
રાશિ ધન (ભ.ધ.ફ.ઢ.) બપોરે 4.21 પછી મકર (ખ.જ.)


મેષ (અ.લ.ઈ.)
નવા રોકાણ માટે સારો સમય છે અને માતા-પિતાના સુખમાં વૃદ્ધિ થશે તેમજ સફળતાના સારા અવસરો મળશે અને સુખને વહેંચવાનો અવસર મળશે.

વૃષભ (બ.વ.ઉ.)
પિતાના સહકારથી કામમાં વૃદ્ધિ થશે અને ધંધામાં આર્થિક લાભની સંભાવના પ્રબળ જણાશે તેમજ ભાઈ-બહેનો વચ્ચે પ્રેમ વધશે અને પરિવાર સાથે આનંદનો સમય પસાર થશે.

મિથુન (ક.છ.ઘ.)
સારા કાર્યોમાં પરિવારનો સહયોગ મળશે અને સબંધીઓ સાથે સંબંધો મધુર બનશે તેમજ પ્રભાવશાળી લોકોના સંગથી કામ સુધરશે અને મિત્રોના સહકારથી અધૂરાં કાર્યો પૂરાં થશે.

કર્ક (ડ.હ.)
સારા સમાચારથી મન પ્રસન્ન બનશે અને કોઈ દૂરના સંબંધીથી સહયોગ મળશે તેમજ સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે તેમજ વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે.

સિંહ (મ.ટ.)
વિદ્યા-જ્ઞાન પ્રાપ્તિ માટે સારો સમય છે તેમજ આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને પરિવાર સાથે સારો સમય વિતાવશો તેમજ માનસિક ચિંતા અને તનાવની સંભાવના છે.

કન્યા (પ.ઠ.ણ.)
મહત્વની પરીક્ષાઓમાં સફળતા મેળવશો તેમજ કામમાં ધ્યાન આપશો તો પરિણામ સારું મળશે અને માનસિક થાક અનુભવશો તેમજ ધંધાકીય કામમાં મહેનત વધશ

તુલા (ર.ત.)
કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું અને લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું અને કરેલી મહેનતનું સારું ફળ આપશે તેમજ સમાજમાં માન-સન્માન મળશે.

વૃશ્ચિક (ન.ય.)
નાના-મોટા કામમાં સારો લાભ થશે તેમજ વ્યવસાયમાં નવા કામ કરવાની તક મળશે અને હરવા-ફરવાના યોગ બને છે અને પરિવારમાં સામાન્ય અશાંતિ અનુભવશો.

ધન (ભ.ધ.ફ.ઢ.)
સારા માણસો સાથે કામ કરવાની તક મળશે અને સમયનો સદઉપયોગ કરી શકશો તેમજ મનગમતા કામમાં આપની રુચિ વધશે અને શત્રુપક્ષથી સામાન્ય સાવધાની રાખવી.

મકર (ખ.જ.)
સાથી કર્મચારીને સાથે રાખી કામકાજ કરશો અને પતિ-પત્નીના વિચારોમાં સામાન્ય મતભેદ જણાશે તેમજ ખર્ચની બાબતમાં સંભાળીને કામ કરવું અને અવરોધ રહેવા છતાં સારી સફળતા મળશે.

કુંભ (ગ.સ.શ.ષ.)
આપના કામકાજની કદર થશે અને આત્મવિશ્વાસથી કરેલા કામમાં સફળતા મળશે તેમજ મિત્રો અને સહકર્મચારીથી લાભ થશે અને દામ્પત્ય જીવન સુખમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)
મનગમતા કાર્યો કરવાથી મન પ્રસન્ન રહેશે અને નોકરી-વ્યવસાયમાં સાચવીને કામ કરવું તેમજ મગજ ઉપર કામનો બોજો વધશે અને અકારણ ક્રોધ ઉપર કાબૂ રાખવો.

શુભાંક – આજનો શુભ અંક છે 4
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
શુભ સમય – આજે શુભ સમય બપોરે 12.01 થી 2.12 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે બપોરે 1.30 થી 3.00 સુધી
શુભ દિશા : આજે પૂર્વ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
રાશિ ઘાત : તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)

error: