Satya Tv News

ગીર સોમનાથના વેરાવળમાં 7 મહિનાની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચકચાર મચી ગઈ છે. બાળકીને સિવિલના કોરોના વોર્ડમાં દાખલ કરાઈ છે.

  • રાજ્યમાં વધ્યો કોરોનાનો કહેર
  • વેરાવળમાં બાળકીને થયો કોરોના
  • 7 મહિનાની બાળકી કોરોના પોઝિટિવ

ગુજરાતમાં કોરોનાનો સામાન્ય વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ રોજિંદા કેસ આંકડો 400ની નજીક પહોંચવા થયો છે. ગુજરાતમાં કોરોનાના રોજિંદા સંક્રમિત દર્દીઓમાં સામાન્ય વધઘટ જોવા મળી રહ્યો છે. તેમજ કોરોનાને લઈ વહીવટી તંત્ર પણ સજાગ અને સજ્જ બન્યું છે. હોસ્પિટલમાં મોક ડ્રિલનું પણ આયોજન કરાઈ રહ્યું છે. આ વચ્ચે સૌરાષ્ટ્રમાંથી એક માઠા સમાચાર સામે આવ્યા છે.

ગીર સોમનાથના વેરાવળમાં 7 મહિનાની બાળકી કોરોનાથી સંક્રમિત થઈ છે. વેરાવળના બોળાસ ગામના શ્રમિક પરિવારની બાળકીને કોરોના થયો છે.  બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવાર પર ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દ્વારા પણ દોડતું થયું છે. બાળકીને સિવિલના કોરોના વોર્ડમાં દાખલ કરાઈ છે. હાલ બાળકીની તબિયત સ્થિર છે. 

Tag | VTV Gujarati

ગુજરાતમાં કોરોના કેસમાં સામાન્ય વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે, રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 397 નવા કેસ નોંધાયા છે, જ્યારે એક્ટિવ કેસનો આંક 1992 પર પહોંચ્યો છે. તેમજ અમદાવાદ અને મહેસાણાના 1-1 દર્દીનું મોત થયું છે. તમને જણાવી દઈએ કે, સૌથી વધુ અમદાવાદમાં 139 કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણામાં 46, સુરતમાં 41, વડોદરામાં 38 કેસ સામે આવ્યા છે. વલસાડમાં 20, મોરબી અને સાબરકાંઠામાં 16-16 કેસ નોંધાયા છે. રાજકોટમાં 13, આણંદ અને ભરૂચમાં 9-9 કેસ નોંધાયા છે. અમરેલીમાં 8, ગાંધીનગરમાં 7, બનાસકાંઠામાં 6 કેસ નોંધાયા છે. પાટણમાં 5, નવસારી અને ભાવનગરમાં 4-4 કેસ નોંધાયા છે. દાહોદ અને પંચમહાલમાં 3-3, જામનગરમાં 2 કેસ નોંધાયા છે. પોરબંદર અને સુરેન્દ્રનગરમાં 2-2, ખેડામાં 1 તેમજ ગીરસોમનાથ, કચ્છ અને મહિસાગમાં 1-1 કેસ નોંધાયા છે. 

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 397 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.99 ટકા નોંધાયો છે. તેમજ 24 કલાકમાં 350 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 1992 કોરોનાના એક્ટિવ કેસ છે.

error: