Satya Tv News

સુરત જિલ્લાના બારડોલીના ધુલિયા હાઈવે પર પસાર થતા એક ડમ્પરમાં આગ ભભૂકી ઉઠી હતી. ડમ્પરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં ડમ્પરચાલક અને ક્લીનર સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા કોઈ જાનહાની થઈ નથી.

સુરત જિલ્લાના બારડોલીના ધુલિયા હાઈવે પર કેદારેશ્વર મહાદેવ મંદિર નજીક હાઈવે પર એક ડમ્પર પસાર થઇ રહ્યું હતું. આ દરમિયાન ડમ્પરમાં કોઈ કારણોસર અચાનક આગ લાગી હતી. ડમ્પરમાં આગ લાગતા ડ્રાઈવરે ડમ્પર ત્યાં જ ઉભું રાખી દીધું હતું.અને ડ્રાઇવર અને ક્લીનર બંને ડમ્પરમાંથી ઉતારી ગયા હતા.

રસ્તા પર જઈ રહેલા ડમ્પરમાં અચાનક આગ લાગતા જ ડ્રાઇવર અને ક્લીનર તાત્કાલિક ઉતરી ગયા હતા અને આગ ઓલવવા માટે પ્રયાસ કરવા લાગ્યા હતા. જોત જોતામાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ડમ્પર આગની ઝપેટમાં આવી ગયું હતું. ડમ્પરમાં આગ લાગતા હાઇવે પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી બારડોલી ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

ડમ્પરના ડીઝલ ટેંકમાં આગ લાગી હતી અને ત્યારબાદ ડમ્પર આગની ઝપેટમાં આવી ગયું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ફાયર વિભાગે ઘટના સ્થળે આવીને આગ પર કાબુ મેળવી લેતા સૌ કોઈએ રાહતનો દમ લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી, પરંતુ આગના કારણે ડમ્પરમાં મોટું નુકસાન થયું હતું.

error: