Satya Tv News

યાત્રિકોની સગવડતાના ભાગરૂપે મોબાઈલ નેટવર્ક માટે બે ટાવર ઉભા કરવાની કામગીરી પુરજોશમાં, ચાંપાનેર કિલ્લા વિસ્તારના આંતરિક રસ્તાઓ નવા બનાવાશે

  • પાવાગઢ આવતાં ભક્તો માટે આનંદના સમાચાર
  • પાર્કિંગ અને મોબાઈલ નેટવર્કની હવે નહીં રહે સમસ્યા
  • મોબાઈલ નેટવર્ક માટે બે ટાવર ઉભા કરવાશે

પાવાગઢ દર્શને જતાં ભક્તો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં ગુજરાત વિકાસ બોર્ડના સચિવની હાજરીમાં ગોધરા કલેકટર કચેરીમાં બેઠક યોજાઇ હતી. જેમાં વિકાસના કામો માટે બેઠકમાં ચર્ચા કરાઇ છે. જેમાં ખાસ કરીને પાર્કિંગ અને મોબાઈલ નેટવર્કની સમસ્યા પર ચર્ચા કરાઇ છે. આ તરફ હવે યાત્રિકોની સગવડતાના ભાગરૂપે મોબાઈલ નેટવર્ક માટે બે ટાવર ઉભા કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. 

યાત્રાધામ પાવાગઢના દર્શને જતાં ભક્તો માટે હવે તંત્ર દ્વારા મોટી કવાયત શરૂ કરાઇ છે. જે અંતર્ગત હવે  યાત્રિકોની સગવડતાના ભાગરૂપે મોબાઈલ નેટવર્ક માટે બે ટાવર ઉભા કરવાની કામગીરી શરૂ કરાઇ છે. આ સાથે માચીગામ ખાતે પાર્કિગ અને નવા ગેટ માટે ટેન્ડર પ્રક્રિયા કરાઇ છે. આ સાથે ચાંપાનેર કિલ્લા વિસ્તારના આંતરિક રસ્તાઓ નવા બનાવાશે તો પાર્કિંગ સાથે શૌચાલય અને વિસ્તારને રમણીય બનાવાશે. નોંધનીય છે કે, પાર્કિંગ અને નેટવર્કના અભાવે મુલાકાતીઓને ભારે હાલાકી પડી રહી છે. આ સાથે મોબાઇલ નેટવર્ક ન મળતા લોકો અનેક વિસ્તારોમાં અટવાતા હતા. 

error: