Skip to main content

Satya Tv News

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ અંસાર માર્કેટ પાણીની ટાંકીની સામે માર્ગ ઓળંગી રહેલ ફેરિયાને અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા તેઓનું સારવાર મળે તે પહેલા કરુણ મોત નીપજ્યું હતું

મૂળ મહારાષ્ટ્રના અને હાલ કીમ દરગાહ પાસેની રોયલ સોસાયટીમાં રહેતા રહેમુદ્દીન હુસ્નોદીન શેખના કાકા સસરા અબ્દુલ ખાલિક લતીફ લુંગી વેચાણ કરવા નીકળ્યા હતા જેઓ સાંજના સમયે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ અંસાર માર્કેટ પાણીની ટાંકીની સામે માર્ગ ઓળંગી રહ્યા હતા તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા કાર ચાલકે ફેરિયાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા અબ્દુલ ખાલિક લતીફને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: