Satya Tv News

નવસારીમાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી કર્યા અર્પણ

132 મી જન્મ જયંતી નિમિત્તે ફૂલહાર અને પુષ્પાંજલિ કાર્યક્રમ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા યોજાયો

ભાજપના પ્રમુખએ ડો.બાબાસાહેબની જન્મ જયંતીની પાઠવી શુભકામના

ડો બાબા સાહેબ અમર રહો તેવા નારા સાથે વિશ્વ વિભૂતિને યાદ કયૉ

નવસારી ખાતે ડો બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે અનુસુચિત જાતિ મોરચાનાં પ્રમુખ નિલેશ ગોઝલે અને મહામંત્રી ભરત વાઘેલા ની આગેવાની હેઠળ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.

YouTube player

નવસારી દુધિયા તળાવ ખાતે આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને 132 મી જન્મ જયંતી નિમિત્તે ફૂલહાર અને પુષ્પાંજલિ કાર્યક્રમ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા યોજવામાં આવ્યો હતો. ડો.બાબા સાહેબ આંબેડકર અને બંધારણના ઘડવૈયા ભારત રત્ન જેમણે ભારતનું બંધારણ ઘડ્યું આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપના પ્રમુખ ભુરા શાહ એ ડો.બાબાસાહેબ ની જન્મ જયંતી ની શુભકામના પાઠવી હતી.. ધારાસભ્ય રાકેશ દેસાઈએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને એમના સંઘર્ષના જીવનને યાદ કરી ઉચ્ચ અભ્યાસ કરી અને બંધારણને અમલમાં મૂકી પોતાના જીવનને સાર્થક કર્યું હતું તેવું જણાવ્યું હતું સુરેશ મકવાણા પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે સર્વને શુભકામનાઓ પાઠવી હતી. પ્રભારી વસંત પરમાર પણ બધાને સંગઠિત થઈ શિક્ષિત થઈ જીવનમાં ખૂબ પ્રગતિ કરો તેવું જણાવ્યું હતું અને શુભેચ્છા પાઠવી હતી..આ કાર્યક્રમનું સુંદર આયોજન અને સંચાલન મહામંત્રી ભરત વાઘેલા એ કર્યું હતું વિશાળ સંખ્યામાં નગરજનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી અને તમામ મહાનુભાવો એ ડો બાબા સાહેબ અમર રહો તેવા નારા સાથે વિશ્વ વિભૂતિ ને યાદ કયૉ હતાં,

વિડીયો જર્નાલિસ્ટ ઈરફાન સૈયદ સાથે સત્યા ટીવી નવસારી

error: