Satya Tv News

નવસારીમાં ત્રણ એકર જમીનમાં તરબૂચની આરોહી, જન્નત, કિરણ અને વિશાલા જાતનું વાવેતર

નવસારી કૃષિ યુનીવર્સીટી અને આત્મા પ્રોજેક્ટની તાલીમ ખુબ ઉપયોગી નીવડી- ધર્મેશપટેલ

ઓછા સમયગાળામાં વધુ નફો આપતી મીઠા મધુરા તરબૂચની ખેતીની નવી ઓળખ

નવસારીમાં પીળું એ સોનું જ ન હોય પણ પીળું તો તરબૂચ પણ હોય

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ચીજ ગામના પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત વાવેતરના બદલે અલગ ચીલો ચાતર્યો છે. તેઓએ અલગ કલરના તરબુચનું સફળ વાવેતર કર્યું છે. આ વાવેતર થકી તેમણે પોતાની આવક બમણી કમાણી કરી છે. એટલુ જ નહિ, આસપાસના ખેડૂતોને પણ આ દિશામાં ખેતી કરવા માટે નવી રાહ ચીંધી છે. તેમણે પોતાના ખેતરમાં ઉગાડેલા પીળા તરબૂચ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.

YouTube player

હાલ ઉનાળાના આગમનની સાથે બજારમાં મીઠા-મધુરા તરબૂચની હાટો જોવા મળે છે. ગરમીમાં ઠંડીનો અહેસાસ કરાવતા તરબૂચનું સેવન તમામ વયના લોકો માટે પહેલી પસંદ રહે છે, ત્યારે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ચીજ ગામના ૪૪ વર્ષીય યુવા ખેડૂત ધર્મેશ પટેલે દેશી તરબૂચના સાથે રંગીન અને સ્વાદિષ્ટ તરબૂચ ઉગાડીને આધુનિક ખેતીને અનોખો આયામ આપ્યો છે. ધર્મેશ પટેલે આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ઉનાળુ સિઝનમાં રંગબેરંગી અને રસીલા તરબૂચનું વાવેતર તો કરી જ રહ્યા છે પણ સાથે સોશિયલ મીડયા પર માર્કેટિંગ કરી નવસારી શહેર તથા આસપાસના ગામોમાં જાતે વેચાણ કરી પોતાની આવક બમણી કરી રહ્યા છે.

હાલના સમયમાં પરંપરાગત ખેતીમાં બદલે ખેતીની હાઈટેક પદ્ધતિઓ અપનાવવી જોઈએ. જેના કારણે ખેતી વધુ નફાકારક સાબિત થશે અને યુવા ખેડૂતોનો ખેતી પ્રત્યેનો મોહભંગ પણ અટકશે. દક્ષિણ ગુજરાતના લોકોને રંગબેરંગી અને રસીલા તરબૂચના સ્વાદનું ઘેલું લાગ્યું છે, ત્યારે ધર્મેશભાઈ જણાવે છે કે, એક્ઝોટિક વોટરમેલન તરીકે ઓળખાતા વિશાલા અને આરોહી તરબૂચ પાઈનેપલનો સ્વાદ પણ આપે છે. આમ, ઓછા સમયગાળામાં વધુ નફો આપતી મીઠા-મધુરા તરબૂચની ખેતી દક્ષિણ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને નવી ઓળખ આપી રહી છે. ધર્મેશભાઈ પટેલ જેવા યુવા કિસાનો અથાગ મહેનત અને કોઠાસૂઝથી નફાકારક ખેતીને વધુ ઉચ્ચતા બક્ષી રહ્યાં છે.

વિડીયો જર્નાલિસ્ટ ઈરફાન સૈયદ સાથે સત્યા ટીવી નવસારી

error: