Satya Tv News

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર માંડવા ટોલ પ્લાઝા પાસે છેલ્લા ટ્રેક ઉપર પાર્ક કરેલ ટ્રેલરમાં ટ્રક ભટકાતા બંને ચાલકોનો આબાદ બચાવ થયો હતો

હરિયાણાના રામપુરા ગામમાં રહેતા વિજયસિંગ નિહાલસિંગ રાજપૂત પોતાનું ટ્રેલર નંબર-જી.જે.૦૧.કે.ટી.૨૯૧૫માં મહારાષ્ટ્રથી પવન ચક્કીનું મશીન ભરી ભાવનગર ખાતે જવા નીકળ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર માંડવા ટોલ પ્લાઝા પાસે છેલ્લા ટ્રેક ઉપર રીલીંગ પાસેની ખાલી જગ્યામાં પાર્ક કરી પરમીશન લેવા ગયા હતા તે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ ટ્રક નંબર-ટી.એન.૫૨.એચ.૯૫૯૮ના ચાલકે ઉભેલ ટ્રેલરમાં ટ્રક અથાડતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કોઈને પણ જાનહાની નહિ સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો જયારે ટ્રેલર અને સામાનને નુકશાન થયું હતું અકસ્માત અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: