તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.
આજનું પંચાંગ
17 04 2023 સોમવાર
માસ ચૈત્ર
પક્ષ કૃષ્ણ
તિથિ બારસ (બપોરે 3.45 પછી તેરસ)
નક્ષત્ર પૂર્વભાદ્રપદ
યોગ બ્રહ્મ
કરણ તૈતિલ
રાશિ કુંભ (ગ.સ.શ.ષ.) (રાત્રે 8.50 પછી મીન (દ.ચ.ઝ.થ.))
મેષ (અ.લ.ઈ.)
કામકાજમાં પ્રસન્નતાનો અનુભવ થશે તેમજ ધંધામાં આકસ્મિક ધનલાભની સંભાવના બને છે અને જમીન અથવા ખેતીમાં લાભ જણાશે અને નોકરીમા સારા અધિકાર કે પ્રમોશનની શક્યતા જણાય.
વૃષભ (બ.વ.ઉ.)
ધ્યેય પ્રાપ્તિમાં સફળતા મળશે તેમજ સરકારી કામમાં અનુકૂળતા રહેશે અને ભૌતિક સુખ-સુવિધામા વૃદ્ધિ થશે અને વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે.
મિથુન (ક.છ.ઘ.)
માનસિક અશાંતિનો અનુભવ થશે તેમજ કામમાં મહેનત વધારે કરવી પડશે અને ધન બાબતે પરેશાની જણાશે અને વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે.
કર્ક (ડ.હ.)
પારિવારિક ક્લેશનો સામનો કરવો પડશે અને સામાન્ય માનસિક તણાવ જણાશે અને પાચન સંબંધી તકલીફ જણાશે તેમજ ઉપરી અધિકારીથી તકલીફ જણાશે.
સિંહ (મ.ટ.)
પારિવારિક સંબંધોમાં લાભ થશે તેમજ સુખ-સાધનોમાં વૃદ્ધિ થશે અને આર્થિક સુખ સારું મળશે તેમજ કામકાજમાં પ્રગતિ થશે.
કન્યા (પ.ઠ.ણ.)
વિકાસના કામમાં સફળતા મળશે તેમજ વિરોધપક્ષથી વિજય મેળવશો અને ન્યાય તમારા પક્ષે રહેશે, ધંધામાં લાભ થશે.
તુલા (ર.ત.)
કરેલા પ્રયત્નો ઓછા ફળદાયી બનશે તેમજ સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે અને સંપત્તિની બાબતે ઓછું સુખ જણાશે તેમજ લેવડ-દેવડમાં મુશ્કેલી રહેશે.
વૃશ્ચિક (ન.ય.)
અકારણ ચિંતાથી કામ બગડશે તેમજ ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો જરૂરી છે અને કામકાજમાં ઓછી સફળતા જણાય છે. મહેનત વધે અને ફળ ઓછું મળે.
ધન (ભ.ધ.ફ.ઢ.)
રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે તેમજ રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે અને આર્થિક બાબતોમાં વિકાસ થશે તેમજ સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે.
મકર (ખ.જ)
ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે અને યોગ્ય અંતરથી કામ કરવાથી લાભ થશે તેમજ નોકરીમાં થોડી પરેશાની જણાશે અને ધંધાકીય બાબતોમાં મધ્યમ ફળ મળશે.
કુંભ (ગ.શ.ષ.સ.)
ધંધાકીય ક્ષેત્રમાં સફળતા મળશે તેમજ પદોન્નતિ માટે નવી તકો મળશે અને પરિવારનો પ્રેમ મેળવી શકશો તેમજ આપના મનની મૂંઝવણો દૂર થશે.
મીન (દ.ચ.ઝ.થ)
કામકાજમાં સાવચેતીથી કામ કરવું અને અચાનક ખર્ચથી પરેશાની વધશે તેમજ સ્વજનો દ્વારા પરેશાની સંભવે છે અને નોકરીયાત વર્ગ માટે સારો સમય છે.
શુભાંક – આજનો શુભ અંક છે 8
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે સફેદ – આસમાની
શુભ સમય – આજે શુભ સમય સવારે 9.06 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે સવારે 7.30 થી 9.00 વાગ્યા સુધી
શુભ દિશા – આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા – આજે અશુભ દિશા છે વાયવ્ય – અગ્નિ
રાશિ ઘાત – મિથુન રાશિ (ક.છ.ઘ.)