Satya Tv News

મહેસાણાના નંદાસણ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાતા બે લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  • મહેસાણા જિલ્લામાં લક્ઝરી બસનો અકસ્માત
  • અકસ્માતમાં એક મહિલા અને એક બાળકનું મોત
  • સુરત થી જોધપુર તરફ જતી હતી લક્ઝરી બસ

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જે રીતે વાહનોની સંખ્યા વધી રહી છે, તે જ રીતે અકસ્માતોમાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં એક મહિલા અને એક બાળકનું મોત થયું છે. 

મળતી માહિતી અનુસાર, સુરતથી જોધપુર તરફ જતી લક્ઝરી બસના ડ્રાઈવરે મહેસાણાના નંદાસણ નજીક અચાનક સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. જે બાદ રાહદારીઓના ટોળે ટોળા બનાવ સ્થળે એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી હતી. ક્રેનની મદદ બસમાં સવાર મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.

આ દુર્ઘટનામાં 2ના કરૂણ મૃત્યુ થયા છે. મૃતકોમાં એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. તો આ ભયાનક અકસ્માતમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે કલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નોંધયનીય છે કે, સુરતથી જોધપુર તરફ જતી લક્ઝરી બસમાં 18થી 20 જેટલા મુસાફરો સવાર હતા. હાલ પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. 

error: