Satya Tv News

અંકલેશ્વરના ગોડાઉનમાં શંકાસ્પદ ગોળ સહિત જોગરી પાઉડરનું ચાલી રહીયુ છે વેચાણ
ગોયા બજાર ભાલીયાવાડના ત્રણ ગોડાઉનમાંથી લાખોનો મુદ્દામાલની કરી ઝડપી
રૂ. 2.71 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તમામ ગોડાઉનને કર્યા લોક

અંકલેશ્વર શહેર પોલીસે ગોયા બજારના ભાલીયાવાડ સહિતના ત્રણ ગોડાઉનમાંથી શંકાસ્પદ ગોળ સહિત જોગરી પાઉડર મળી કુલ 2 લાખથી વધુ જથ્થો ઝડપી પાડ્યો હતો

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ગોયા બજાર ભાલીયાવાડ ખાતે બે અને પરસેસ સોસાયટીના એક ગોડાઉનમાં સંજય અરવિંદ ગાંધી શંકાસ્પદ ગોળનો જથ્થો સંતાડી વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે ત્રણેય ગોડાઉનમાંથી ગોળના પતરાના ડબ્બા નંગ-46,ગોળના સાકા નંગ-823 અને ગોળના બોક્સ નંગ-501,જોગરી પાઉડર બેગ નંગ-453 મળી કુલ 2.71 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તમામ ગોડાઉનને લોક કરી એફએસએલની મદદ વડે સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સુરજ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર

error: