અંકલેશ્વરના પુનગામના પાટિયા પાસે નાળુ સાંકડું હોવાથી સર્જાયો અકસ્માત
હાઇવા ચાલકે બાઈક સવારને અડફેટે લેતા ઇજાઓ પહોંચી
અકસ્માતમાં એકને શરીરે ઇજાઓ પહોંચી જયારે પુત્રનો થયો આબાદ બચાવ
અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અંકલેશ્વર તાલુકાના પુનગામના પાટિયા પાસે નાળા નજીક હાઇવા ચાલકે બાઈક સવારને અડફેટે લેતા તેને ઇજાઓ પહોંચી
ઓલપાડ તાલુકાના માસમા ગામની સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા ઉમેશ ચંદરમાં શર્મા પોતાના પુત્ર સાથે અંકલેશ્વર વ્રજ ભૂમિ સોસાયટીમાં ફર્નિચરનું કામ કરવા આવ્યા હતા જેઓ પોતાની નવી મોટર સાઇકલ લઈ પોતાના ઘરે જઇ રહ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર તાલુકાના પુનગામના પાટિયા પાસે નાળુ સાંકડું હોવાથી હાઇવા ટ્રક નંબર-જી.જે.16.એ.વી.7162ના ચાલકે બાઈક સવાર પિતા-પુત્રને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ઉમેશ શર્માને શરીરે ઇજાઓ પહોંચી હતી ક્યારે પુત્રનો આબાદ બચાવ થયો હતો અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર