Satya Tv News

સુરતમાં સમયાંતરે આગ લાગવાની ઘટના સામે આવતી રહે છે ખાસ કરીને સુરતમાં ટેક્સટાઇલ પ્રોસેસિંગ અને રેડીમેડ ગારમેન્ટ ની ખૂબ મોટા પ્રમાણમાં ફેક્ટરી હોવાને કારણે આગની ઘટના સતત બનતી રહે છે. ઉધના ઉદ્યોગ નગરની ગારમેન્ટની ફેક્ટરીમાં એકાએક આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને ફસાયેલા કામદારોને રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા હતા.

ઉધના ઉદ્યોગનગર -2 પ્લોટ નંબર 39 ડી એલ ગારમેન્ટમાં સાડી તથા કુર્તા બનાવવાના મશીનરીમાં આગ લાગી હતી. જેમાં બીજા માળે 4 કારીગરો ફસાયેલા હતા. તેમને રેસ્ક્યૂ કરી સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી, જેને કારણે અંદર કામ કરતા કામદારો પણ ફસાઈ ગયા હતા. જોકે, આગ વધુ પ્રસરે તે પહેલા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને જ્યારે તેમને માલૂમ પડ્યું કે, કામદારો ઉપર ફસાયા છે. તાત્કાલિક ફાર વિભાગની એક્ટિમે બીજા માળેથી તેમને નીચે ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

ફાયર ઓફિસર અક્ષય પટેલે જણાવ્યું કે, આગનો કોલ મળતા મોડી રાતે અમે સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો. સાડી અને કુર્તા બનાવતી આ ફેક્ટરીના બીજા માટે આગ લાગી હતી? બીજા માળ ઉપર ખૂબ મોટા પ્રમાણમાં રો-મટીરીયલ પડેલું હતું. બીજા માળ ઉપર જ ફેક્ટરીમાં કામ કરતા કેટલા કામદારો રહેતા હતા. એ તમામ ચાર કામદારો જીશાન અન્સારી,શકીલ મોહમ્મદ અન્સારી,રેહાન અન્સારી,અરબાઝ અન્સારી રેસ્ક્યુ કરીને નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે. આગ લાગવા પાછળનું પ્રાથમિક તારણ સોર્ટ સર્કિટ લાગી રહ્યું છે

error: