આમ તો ટ્રેનમાં અનેકવાર ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરો પકડાતા હોય છે, પણ શું તમે ક્યારેય એવી કલ્પના કરી છે કે આ ટિકિટ વગર મુસાફરી કરતાં મુસાફરો સામે કાર્યવાહી કરવામાં રેલવેને કરોડોની કમાણી થઇ હોય. આ ક્લ્પના હકીકત સાબિત થઇ છે. અમદાવાદ રેલવેને ટિકિટ ચેકિંગ અભિયાન ફળ્યું તો છે જ, સાથે 27.84 કરોડ જેટલી આવક પણ થઇ છે.
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ દ્વારા ખુદાબક્ષો પાસેથી 27.84 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. રેલવેમાં ટિકિટ વગર મુસાફરી કરવીએ ગુનો બને છે, તેમ છતાં પણ અનેક લોકો ટિકિટ વગર મુસાફરી કરતા હોવાનું સામે આવ્યું છે. પશ્ચિમ રેલવેને અમદાવાદ મંડળ દ્વારા એક વર્ષમાં ટિકિટ વગરના મુસાફરો પાસેથી 27.84 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.