Satya Tv News

દિવંગત અભિનેતા ઈરફાન ખાનની છેલ્લી ફિલ્મ ધ સોંગ ઓફ સ્કોર્પિયન્સનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ઈરફાનના પુત્ર બાબિલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફિલ્મનું ટ્રેલર શેર કર્યું છે. હંમેશની જેમ આ ફિલ્મમાં પણ ઈરફાન ખાન પોતાની એક્ટિંગથી  ચાહકોને સ્ક્રિન પર જકડતો જોવા મળી રહ્યો છે. તેની રાજસ્થાની સ્ટાઈલ ખૂબ જ શાનદાર લાગી રહી છે.ફિલ્મમાં ઈરફાન ખાન ઉપરાંત ફ્રેન્ચ ઈરાની અભિનેત્રી ગોલશિફતેહ ફરાહાની, વહીદા રહેમાન, શશાંક અરોરા અને તિલોત્મા શોમ જેવા કલાકારો છે.

આ ફિલ્મની સ્ક્રિપ્ટ અનૂપ સિંહે લખી છે અને નિર્દેશિત કરી છે. તેને પ્રોડ્યુસ સાસ્કિયા વિસેર, જ્ઞાન શાહફ પેલેડ અને માઈકલ મર્કટે કર્યું છે.

ટ્રેલરની શરૂઆત ગોલશિફતેહ ફરાહાની એટલે કે નૂરનનું પાત્ર દર્શાવીને થાય છે. વીંછી કરડ્યા બાદ ફરાહાની સારવાર માટે દૂર જાય છે. સાથે જ ઈરફાન એટલે કે આદમને નૂરનના પ્રેમી તરીકે દર્શાવવામાં આવ્યો છે. બીજા જ સીનમાં ઈરફાન ફરાહાનીને તેની સાથે લગ્ન કરવા કહેતો જોવા મળે છે ત્યારબાદ બંન્ને વચ્ચે ખુબ રોમેન્ટિક વાતો જોવા મળી રહી છે.
YouTube player

ફિલ્મની સ્ટોરી રાજસ્થાનના એક ગામની છે. દરેક દ્રશ્યમાં, તમે રણ અને ધગધગતી ધરતી જોશો. આગળના સીનમાં, એવું બતાવવામાં આવ્યું છે કે ફરાહાની લગ્ન માટે તૈયાર છે પરંતુ તે કહે છે કે તે હવે તેની નથી. ફિલ્મનું સંગીત ખૂબ જ જોરદાર છે. સંગીત દરેક દ્રશ્યમાં વધુ ઉત્સાહિત કરે છે. ટ્રેલર સસ્પેન્સથી ભરેલું છે. આવી સ્થિતિમાં, સ્ટોરી અને પાત્રો કોના જેવા છે તે અનુમાન લગાવવું મુશ્કેલ છે.

આ ફિલ્મ ઘણા સમય પહેલા બની હતી. અગાઉ તે 2021માં રિલીઝ થવાની હતી. જોકે, કેટલાક કારણોસર તે રિલીઝ થઈ શકી નથી. હવે આ ફિલ્મ ઈરફાન ખાનની પુણ્યતિથિ પહેલા રિલીઝ થઈ રહી છે. ઇરફાન ખાનનું 29 એપ્રિલ 2020 ના રોજ અવસાન થયું. આ ફિલ્મ આ મહિને 28 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

error: