અંક્લેશ્વર જી.આઈ.ડી.સી.ના એક વિસ્તારમાં સગીરાને મોપેડ શીખવાડવાની લાલચ આપી યુવાને બળાત્કાર ગુજારી ગર્ભ રહી જતાં દુષ્કર્મ આચરનાર સામે પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવવા પામ્યો છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનાં એક વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષ ૬ માસની સગીરાને નજીકમાં રહેતો જીતેન્દ્ર શંકર ભગત ગત તારીખ-૨૧-૧-૨૩ના રોજ તેણીને ગાડી શિખવાડવાનું કહી અંક્લેશ્વરના નોબલ માર્કેટની બાજુમાં લઇ જઈ તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી કોઈને કહેશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી…
જે બાદ સગીરાને ગર્ભ રહી જતા આ અંગે પરિવારજનોએ તેની પુછપરછ કરતા તેણીને મોપેડ શીખવાડવાની લાલચ આપી જીતેન્દ્ર શંકર ભગતે દુષ્કર્મ આચર્યું હોવાનું સગીરાએ પરિવારને જણાવતાં પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. દુષ્કર્મ અંગે સગીરાના પિતાએ અંક્લેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોક્સો એક્ટ સહિતના ગુના હેઠળ ફરિયાદ નોંધાઈ બળાત્કારીને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યાં છે.