Satya Tv News

અમદાવાદ નજીક ચાંગોદર વિસ્તારમાંથી કરોડો રુપિયાની દવાઓનો જથ્થો ઝડપાયો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સની દિલ્હીની ટીમે દરોડા પાડી આ દવાનો જથ્થો જપ્ત કર્યો છે. ઉંઘ અને પેઈનકીલરની દવાઓ નશા માટે વપરાતી હોવાની તપાસ કરી રહેલી સીબીએનની ટીમે બાતમીના આધારે ચાંગોદરના પુસ્કર ઈન્ડસ્ટ્રીયલ એન્ડ લોજીસ્ટીક પાર્કમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી આ દવાઓનો જથ્થો મળી આવ્યો છે.

સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ દિલ્હીની ટીમના સુપ્રિટેન્ડેન્ટ એસ.પી. સિંઘએ ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમારી દિલ્હીની ટીમે નવેમ્બર 2022 અને માર્ચ 2023માં બે અલગ-અલગ કાર્યવાહી કરી હતી. જેમાં બે અલગ-અલગ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંનો એક કેસ દિલ્હીમાં અને એક કેસ બાડમેર અને સાંચોરમાં દાખલ કરાયો હતો. આ બંને કેસમાં અમે નશીલી દવાઓનો જથ્થો જપ્ત કર્યો હતો. અને આ કેસમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

error: