Satya Tv News

ભરૂચ શહેર અને જિલ્લામાં ચોરીના બનાવમાં વધારો થયો છે. ત્યારે આમોદના એક ગામમાં બંધ મકાનને નિશાન બનાવી રૂ. 1.16 લાખની હાથફેરો કરી પલાયન થઈ ગયા હતા. આમોદના નવા વાડિયા ગામે રીક્ષા ચાલકના બંધ મકાનનું તાળું તોડી તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડા મળી સવા લાખની ચોરી કરી ગયા. આમોદ નવા વાડિયા ખાતે રહેતા રીક્ષા ચાલક વિષ્ણુભાઈ વસાવાના કાકા ભીખાભાઈના દીકરાના લગ્ન હતા. કાકાનું મકાન કાચું હોય લગ્ન માટે ખરીદેલી સોનાની બુટ્ટી, કડી, નાકની વાળી, પેન્ડલ, ચાંદીની પાયલ, છરા, મંગળસૂત્ર સહિતના દાગીના ભત્રીજા વિષ્ણુભાઈના ઘરે સાચવવા મુક્યા હતા.

21 એપ્રિલે વિષ્ણુભાઈના સસરાની વરસી હોય તેઓ રીક્ષા લઈ પરિવાર સાથે ટંકારીયા ગયા હતા. બીજા દિવસે તેમના પર ફોન આવ્યો હતો કે તેમના ઘરના દરવાજા ખુલ્લા છે.તેઓ ઘરે પરત આવતા તસ્કરો તેમના દરવાજાનો નકુચો કાપી અંદર પ્રેવશ્યા હતા. ઘરનો સમાન વેરવિખેર કરી તિજોરીમાંથી તેમના અને તેમના કાકાના દાગીના તેમજ રોકડા 35 હજારની ચોરી કરી લઈ ગયા હતા. જે અંગે તેઓએ રૂપિયા 1.16 લાખની મત્તાની ચોરીની ફરિયાદ આમોદ પોલીસ મથકે નોંધાવી હતી.

error: