મધ્યપ્રદેશના ટીકમગઢમા હૈયું હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. જેમા 65 વર્ષના એક ઢગાએ 7 વર્ષની ફૂલ જેવી બાળકી પર કુકર્મ ગુજાર્યું હતું. આરોપીએ હેવાનીયતની તમામ હદ વટાવી બાળકી ચીસો ન પાડી શકે તે માટે મોઢામાં પોલીથીનથી ડૂમો દીધો હોવાનું સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. બળાત્કાર બાદ આ મામલે કોઈને જાણ કરીશ તો જાનથી પતાવી દેવાની પણ ધમકી આપી હતી. બળાત્કારના બીજા બાળકીને પીડા થતા સબંધીઓએ પૂછ્યું હતું. આ દરમિયાન બાળકીએ જાણ કરતા પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાદમા બલદેવગઢ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
બુઢ્ઢાએ એકલતાનો લાભ લઇ દીકરીને બળજબરીથી દુકાનની અંદર ખેંચી લીધી હતી. બાદમાં બાળકી ચીસો ન પાડી શકે તે માટે મોઢામાં પોલીથીનથી ડૂમો દઇ કુકર્મ ગુજાર્યું હતું.વધુમાં મારી નાખવાની ધમકી આપ્યાની પણ રાવ ઉઠી છે.