
ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થીઓને ફરી સ્કૂલમાં મળશે એડમિશન.
- ધોરણ 10 માં નાપાસ વિદ્યાર્થીઓને ફરી સ્કૂલમાં મળશે એડમિશન
- અંદાજિત વર્ષે 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને થશે ફાયદો
- 5 વર્ષ પહેલા રદ થયેલો નિયમ ફરીવાર લાગુ કરાશે
ગુજરાત બોર્ડના ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ ધોરણ 10માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ફરીથી સ્કૂલમાં એડમિશન મળશે. જે બાદ અંદાજિત વર્ષે 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને ફાયદો થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 5 વર્ષ પહેલા રદ થયેલો નિયમ ફરી લાગુ કરાશે.