Satya Tv News

ભરૂચના મકતમપુરમાં પરપ્રાંતિયો દ્વારા સ્થાનિક યુવાનોને ફટકારતો વીડિયો સામે આવ્યાં બાદ 11 પોલીસ સ્ટેશનોના 69 સ્ટાફે નાઈટ કોમ્બિન્ગ હાથ ધર્યું હતું. ઔદ્યોગિકરણના કારણે ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતો અને ભરૂચ તેમજ અંકલેશ્વર શહેર આસપાસ પરપ્રાંતિયોની જનસંખ્યામાં જંગી વધારો થયો છે. આવા સમયે ભરૂચના મકતમપુર વિસ્તારમાંથી પરપ્રાંતિયોએ સ્થાનિકોને માર મારવાનો વીડિયો સોમવારે સામે આવ્યો હતો. જે ઘટનાંને લઈ ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે જિલ્લા પોલીસને તુરંત એક્શન લેવા આદેશ આપ્યા હતા.

ભરૂચ LCB, SOG, પેરોલ ફ્લો, QRD, BDDS, ટ્રાફિક પોલીસ સાથે એ, બી, સી ડિવિઝન, તાલુકા અને મહિલા પોલીસ સ્ટેશને મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. જિલ્લાના 11 પોલીસ સ્ટેશનની 11 ટીમ એક DYSP, 6 PI, 2 PSI, 60 પોલીસ જવાનોએ કોમ્બિન્ગ હાથ ધર્યું હતું.

વ્હાનોના કાફલા સાથે જિલ્લા પોલીસની ટીમોએ મકતમપુર અને ઝાડેશ્વર ગામમાં સર્ચ હાથ ધર્યું હતું. જેમાં 24 ગુનાઓ દાખલ કરાયા હતા. સાથે જ જાહેરનામનો ભંગ કરી દુકાનો તેમજ રૂમો ભાડે આપનાર 16 મકાન માલિકો સામે ગુનો દાખલ કરાયો હતો. તો 49 વાહનો જપ્ત કરવામાં આવ્યાં હતા. પોલીસના કોમ્બિનગમાં ઝપટે ચઢી ગયેલા 12 પીધેલાઓને પણ લોક અપ ભેગા કરાયા હતા. જ્યારે 3500નો દંડ વસુલ કરાયો હતો.

error: