Skip to main content

Satya Tv News

અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર તુલસી સ્ક્વેર સામે ઇક્કો ચાલકે એકટીવા સવારને અડફેટે લેતા પુત્રનું ગંભીર ઈજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું જયારે માતાને ઇંજાઓ પહોંચી હતી

અંકલેશ્વરના રામેશ્વર વિલા ખાતે રહેતા નીલેશકુમાર રમેશચંદ્ર મોદીના ૨૮ વર્ષીય કિશન નીલેશકુમાર મોદી ગતરોજ રાતે પોતાની એકટીવા નંબર-જી.જે.૧૬.સી.કયું.૩૪૮૩ લઇ માતા વૈશાલીબેન મોદી સાથે એશીયાડ નગર તરફથી તુલસી સ્ક્વેર સામે ટર્ન લેતા હતા તે વેળા પુરપાટ ઝડપે હાંસોટ માર્ગ ઉપરથી ધસી આવેલ અજાણ્યા ઇક્કો કારના ચાલકે એકટીવા સવાર માતા-પુત્રને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા માતા-પુત્રને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર મળે તે પહેલા પુત્ર કિશન મોદીનું કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

error: