નવસારી શહેરમાં વહેલી સવારે નોકરી જવા નીકળેલી રત્નકલાકાર મહિલાને ક્યાં ખબર હતી કે તેનું મોત ટ્રક બનીને તેની સામે આવી ઊભું રહેશે. ટ્રકના ટુકિંગ પેંડા મહિલાના શરીર પર પરિવર્તા મહિલાનું કમ કમાટી ભર્યું મોત થયું હતું.
આ ઘટનાની જાણ થતા પરમેશ ડાયમંડ કંપનીના અન્ય રત્ન કલાકારો ભેગા થયા હતા અને મહિલાના પરિવારને જાણ કરવાની તજવીશ શરૂ કરી હતી. મહિલા પરમેશ ડાયમંડમાં નોકરી કરે છે અને વહેલી સવારે ઘરેથી નીકળી હતી જ્યાં છાપરા રોડ પાસે એક ટ્રકની અરફેટે આવી જતા તેનું મોત થયું હતું સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી છે.
નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ દ્વારા હેવી વેહિકલને શહેરમાં આવવા જવાને લઈને સમયાંતરે જાહેરનામુ પ્રસિદ્ધ કરે પંરતુ તેનું પાલન થાય છે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ છે વહેલી સવારે અને સાંજે શહેરીજનો નોકરીના સ્થળે આવવા જવા માટે રસ્તાઓ પર ટ્રાફિક વધુ રહે છે જેને કારણે દિવસ દરમિયાન ટ્રક અડચણરૂપ બને છે. કલેકટર દ્વારા અવારનવાર જાહેરનામું બહાર પાડીને ભારે વાહનોના આવન-જવરને લઈને નિયમો અમલી બનાવ્યા છે તેમ છતાં આ નિયમોને ઘોળી પી જનારા ટ્રક ચાલકો વિરુદ્ધ કાયદેસર પગલાં લેવાય છે કે કેમ તે જોવું રહ્યું.