Satya Tv News

નડિયાદ પોસ્કો કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

પીડિતાને 50 હજાર વળતર આપવા આદેશ, કોર્ટે સજા ઉપરાંત દંડ પણ ફટકાર્યો

નડિયાદ: કપડવંજ તાલુકાના નવા રેલીયા  ગામની અનુસુચિત જાતિની સગીરા પર દુષ્કર્મ ગુજારીયાના કેસમાં પોકસો કોર્ટના ન્યાયાધીશે આરોપીને આજીવન કેદની સજા તથા રૂ.૧,૦૦૦ દંડ અને દંડના ભરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

આ ચકચારી કેસની વિગત એવી છે કે કપડવંજ તાલુકાના નવા રેલીયામાં રહેતો હિતેન્દ્રસિંહ દિલીપભાઈ ઝાલા ચાર વર્ષ અગાઉ તા.૮-૧૨-૨૦૧૮ની સાંજે અનુસુચિત જાતિની ૧૬ વર્ષના આશરાની સગીરાને રેલીયા ગામેથી મોટર સાયકલ પર બેસાડી જુદા જુદા સ્થળે લઈ જઈ અવારનવાર દુષ્કર્મમાં ગુજાર્યું હતું. 

જેથી સગીરા ગર્ભવતી બનતા તા.૩-૧૦-૨૦૧૯ ના રોજ પડધરી સરકારી દવાખાનામાં બાળકને જન્મ આપ્યો હતો. આ બાળકનું તા.૧૦-૧૦-૨૦૧૯ ના રોજ સિવિલ હોસ્પિટલ રાજકોટમાં મોત નીપજ્યું હતું. ત્યારબાદ પણ આરોપીએ રાજકોટમાં કોઈ સ્થળે ગોધી રાખી દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી હતી. આ બનાવ અંગે સગીરાએ કપડવંજ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હિતેન્દ્રસિંહ દિલીપભાઈ ઝાલા સામે પોસકો એકટ  તેમજ એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ નડિયાદ સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ન્યાયાધીશ પી.પી. પુરોહિત સમક્ષ ચાલી જતા મદદનીશ સરકારી વકીલ રાહુલ બ્રહ્મભટ્ટની દલીલો તેમજ ૧૯ શાહેદોના પુરાવા અને કુલ ૩૦ દસ્તાવેજી પુરાવાઓ ઘ્યાનમાં લઇ સમાજમાં સગીરાઓ પર દુષ્કર્મની ઘટનાઓ બંધ થાય જેવા બાબતોને ઘ્યાનમાં રાખી આરોપીને જુદી જુદી કલમ હેઠળ સજા અને દંડ નો હુકમ કર્યો હતો.તેમજ આરોપીને પીડિતાને વળતર પેટે રૂ.૫૦,૦૦૦ ચૂકવી આપવા હુકમ કર્યો છે.

error: