Satya Tv News

જીવન જરૂરિયાતની વસ્તુને લઈને જનતા મોંઘવારીના મારમાં પિસાઈ રહી છે. ત્યારે હવે રાજ્યમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો છે. જે એક સારા સમાચાર છે.

  • રાજ્યમાં ગૃહિણીઓ માટે રાહતના સમાચાર
  • રાજ્યમાં ખાદ્ય તેલના ભાવમાં નોંધાયો ઘટાડો
  • સીંગતેલ, કપાસિયા તેલ અને પામોલિનના ઘટ્યા ભાવ

રાજ્યમાં કુદકેને ભૂસકે વધી રહેલ કાળઝાળ મોંઘવારી વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલનાં ભાવ આસમાને આંબી રહ્યા છે, જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું હતું. ત્યારે રાજ્યમાં ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સીંગતેલ, કપાસિયા તેલ, પામોલિન તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 

સીંગતેલના ભાવમાં ફરી ભડકો: 10 દિવસમાં જ ડબ્બે ઝીંકાયો આટલાનો વધારો, ફરીવાર  ગૃહિણીઓનું બજેટ ડગમગ્યું | Coconut oil prices flare up again: this much  increase in just 10 days

સીંગતેલની લેવાલી ઘટતા ભાવમાં રાહત થઈ છે. સીંગતેલમાં છેલ્લા 17 દિવસમાં 15 કિલોના ડબ્બે રૂપિયા 130નો ઘટાડો થયો છે. જે બાદ ડબ્બાનો ભાવ 2810થી 2860 રૂપિયા થયો છે. આ જ સીંગતેલ 17 દિવસ પહેલા તા. 8 એપ્રિલે રેકોર્ડ રૂ. 2940- 2990ના ભાવે પહોંચ્યું હતું. 

સીંગતેલની સાથે કપાસિયા તેલના ભાવ પણ ઘટ્યા છે. કપાસિયા તેલમાં ડબ્બે 90 રૂપિયાનો ઘટાડો થયો છે. જે બાદ કપાસિયા તેલનો ભાવ 1750 રૂપિયા થયો છે. આ સાથે જ પામોલિન તેલમાં રૂ.50ના ઘટાડા સાથે ડબ્બાનો ભાવ 1505થી 1510 રૂપિયા થયો છે. 

આપને જણાવી દઈએ કે, 17 દિવસ પહેલા રાજ્યમાં સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2940-2990 સુધી પહોંચ્યા હતા. જેથી કેટલાક લોકોએ ઘરેલુ વપરાશમાં કપાસિયાનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. સીંગતેલની લેવાલી નહીં હોવા છતાં તેના ભાવ આશ્ચર્યજનક રીતે વધતા જતા હતા. ત્યારે હવે ભાવમાં ઘટાડો થયા લોકોને થોડી રાહત થઈ છે. 

error: