Satya Tv News

પ્રદુષિત પાણીના નિકાલ માટે ઓવર ગ્રાઉન્ડ પાઈપલાઈનના આર્થિક ભારણના મુદ્દે કચવાટ
ઓવરહેડ પાઈપલાઈનના મુદ્દે સ્થાનિક ઉદ્યોગકારોમાં નારાજગી
આગામી તા.૩૧ મે પહેલા ઓવર ગ્રાઉન્ડ પાઈપલાઈનની કામગીરી પુર્ણ કરવાની છે

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગ જગતનો એક વર્ગ આજકાલ એકમોમાંથી નીકળતા પ્રદુષિત પાણીના નિકાલ માટે ઓવરહેડ ગ્રાઉન્ડ પાઈપલાઈનના નર્મદા ગ્રીન ટીબ્યુનલના ગતકડાને કારણે આર્થિક ભારણના મુદ્દે ખાસ્સા એવા નારાજ જોવા મળી રહ્યા છે.

કેમિકલ હબ ગણાતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અંદાજે ૧૨૦૦ જેટલા ઉદ્યોગ એકમોએ આગામી સમયમાં ફરજીયાતપણે પોતાના એકમમાંથી નીકળતા એફલુઅન્ટને હવે ઓવરહેડ પાઈપલાઈન મારફતે પોતાના નજીકના કોમન સમ્પમાં ડિસચાર્જ કરવુ પડશે તેવુ ફરમાન એન.જી.ટી.ના આદેશ મુજબ જરૂરી ખર્ચનું ભારણ સહન કરવાની નોબત આવી પડી છે જે અંગે ખાસ્સો એવો આંતરિક કચવાટ ઉભો થયો છે.અંકલેશ્વર નોટિફાઈડ એરીયા ઓર્થોરિટીએ આ અંગેનો પરિપત્ર તમામ ઉદ્યોગ એકમોને મોકલી આપ્યો છે જે બાદ લઘુ ઉદ્યોગ એકમોના એક વર્ગમાં વિરોધનો સુર ઉભો થવા પામ્યો છે.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના લમણે છેલ્લા કેટલાયે વર્ષોથી એક યા બીજા કારણો આગળ ધરીને પર્યાવરણની જાળવણીના મુદ્દે એન.જી.ટી. ઉપરાંત સ્થાનિક નર્મદા ક્લીન ટેક, જીપીસીબી જેવી એજન્સીઓ નીત નવી ટેક્નોલોજીઓ, સ્કીમો લાવી સ્થાનિક ઉદ્યોગ એકમોના માથે આર્થિક ભારણ ઉભુ કરતી આવી છે.આ અગાઉ જીપીસીબી એમ.ઈ.(મલ્ટી ઈફેક્ટ ઇવોપ્રેશન)સિસ્ટમ જેવુ એફલુઅન્ટને વરાળ સ્વરૂપે નિકાલ કરવાનુ ગતકડુ લઇ આવી હતી અને સ્થાનિક ઉદ્યોગ એકમોના માથે કરોડો રૂપિયાનું ભારણ લાદયુ હતુ પરંતુ ૧૫ થી વધુ વર્ષો થયા તેના સકારત્મક કોઈ પરિણામો હાંસલ થયા નથી. હવે ઓવરહેડ પાઈપલાઈનના ખર્ચનું ભારણ લાદવામાં આવી રહ્યુ છે.આ ફરમાન બાદ સ્થાનિક ખાસ કરીને નાના અને મીડીયમ સ્કેલના ઉદ્યોગ એકમો આર્થિક ભારણના ડરથી વરુણીમાં મુકાયા છે.સમયાંતરે આવા ગતકડાઓ બાદ પણ જો સમસ્યાનો કાયમી ઉકેલ ન આવવાનો હોય તો ઉદ્યોગોના માથે ભારણ લાદવાની જરૂરિયાત ખરી? અને આવા મુદ્દે ઉદ્યોગોની પ્રતિનિધિ સંસ્થાઓ એવી અંકલેશ્વર ઉદ્યોગ મંડળ કે લઘુ ઉદ્યોગ ભારતી ઉદ્યોગોની પડખે ઉભા રહેવાને બદલે સરકારી એજેન્સીઓ ની જીહજૂરીમાં ઉભી રહે તેવા પ્રશ્નાર્થો પણ ઉભા થવા પામ્યા છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં સરકારના કાને સ્થાનિક ઉદ્યોગોને કનડતા પ્રશ્નો અંગે ધારદાર કે પરિણામલક્ષી રજૂઆત કરવામાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ઉણુ ઉતર્યું હોય તેવુ લાગ્યુ છે.ઓવરહેડ પાઈપલાઈનના મુદ્દે પણ કોઈ રજુઆત થઇ નથી આ અંગે સ્થાનિક ઉદ્યોગકારોમાં નારાજગી પ્રવર્તિ રહી છે.
આગામી તા.૩૧ મે પહેલા ઓવર ગ્રાઉન્ડ પાઈપલાઈનની કામગીરી પુર્ણ કરવાની છે તેવા હાઇકોર્ટનો આદેશ છે અને દર પંદર દિવસે કામગીરી કેટલા ટકા પુર્ણ થઈ તેનો રિપોર્ટ પણ રજુ કરવાનો હોય અંકલેશ્વર નોટિફાઈડ ઓર્થોરિટી ઉપરાંત અંકલેશ્વર ઉદ્યોગ મંડળની નેતાગીરી સ્થાનિક ઉદ્યોગ એકમો પર દબાણ કરી રહી હોવાની પણ વિગતો બહાર આવવા પામી છે

error: