Satya Tv News

GUJCET Result 2023: ગુજરાતમાં લેવાયેલી ગુજકેટ 2023ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં 1.30 લાખ વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી.

  • ગુજકેટ 2023નું પરિણામ થયું જાહેર
  • પરિણામને લઈ વિદ્યાર્થીઓમાં ખુશી
  • ફાર્મસી અને ઇજનેરી માટે લેવાતી હોય છે પરીક્ષા 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12 સાયન્સની પરીક્ષાની સાથે ગુજકેટ 2023ની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરાયું છે. આ પરિણામ www.gseb.org વેબસાઈટ પર મુકવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ આ વેબસાઈટ પર જઈને પરિણામને સરળતાથી ચેક કરી શકે છે. 

Gujcet exam | Page 2 | VTV Gujarati

  • A ગ્રુપના 488 વિદ્યાર્થીઓને 99થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
  • A ગ્રુપના 972 વિદ્યાર્થીઓને 98થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
  • A ગ્રુપના 1954 વિદ્યાર્થીઓને 96થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
  • A ગ્રુપના 2914 વિદ્યાર્થીઓને 94થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
  • A ગ્રુપના 3873 વિદ્યાર્થીઓને 92થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
  • A ગ્રુપના 4844 વિદ્યાર્થીઓને 90થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
  • B ગ્રુપના 781 વિદ્યાર્થીઓને 99થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
  • B ગ્રુપના 1579 વિદ્યાર્થીઓને 98થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
  • B ગ્રુપના 3176 વિદ્યાર્થીઓને 96થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
  • B ગ્રુપના 4722 વિદ્યાર્થીઓને 94થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
  • B ગ્રુપના 6342 વિદ્યાર્થીઓને 92થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
  • B ગ્રુપના 7967 વિદ્યાર્થીઓને 90થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
     

ગુજરાતભરમાં ગત 3 અપ્રિલના રોજ ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી. રાજ્યની 626 શાળામાં 1.30 લાખ વિદ્યાર્થીઓએ ગુજકેટ એટલે કે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી હતી. રાજ્યભરમાં ગુજરાત બોર્ડના 1,15,135 અને CBSEના 13,570 વિદ્યાર્થીઓ સહિત દેશભરના જુદા જુદા બોર્ડમાં કુલ 1 લાખ 30 હજાર 516 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપી હતી. રાજ્યભરના 34 કેન્દ્રો પર 626 બિલ્ડિંગમાં 6,598 બ્લોકમાં ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી. 3 એપ્રિલે સવારે 10થી બપોરે 4 વાગ્યા સુધી ભૌતિકવિજ્ઞાન, રસાયનવિજ્ઞાન, જીવવિજ્ઞાન અને ગણિત વિષયોની પરીક્ષા લેવાઈ હતી. 

No description available.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ – ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જીનીયરીંગ, ડીગ્રી/ડીપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A, B, અને AB ગ્રુપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. 

error: