Satya Tv News

દક્ષિણ ગુજરાતમાં માવઠા એ વેર્યો વિનાશ
કામરેજમાં સોથી વધુ પાકમાં થયું નુકશાન
ખેડૂતને રાતા પાણી રોવાનો વારો આવ્યો

વાત કરીએ માવઠાના મારની .. જગતનો તાત કુદરતી આફતથી પરેશાન થઈ ગયો છે . દર વરસે દક્ષિણ ગુજરાતમાં કમોસમી માવઠાના કારણે જગતનો તાત દુખી છે . ત્યારે ફરી એકવાર પવન સાથે આવેલા વાવઝૉડાએ ખેતી પાકને તહેસ નહેસ કરી નાખતા જગતનો તાતે રાત પાણી રોવાનો વારો આવ્યો છે .. જુઓ અમારો વિશેષ અહેવાલ વાવાઝૉડા એ વેર્યો વિનાશ

YouTube player

ગ્રાફીકસ
ફરી એકવાર આવી આફત
અચાનક આવેલી આફતે ખેડૂતની મહેનત પર પાણી ફેરવી દીધું
દર વરસની જેમ આ વરસે પણ આવેલા વાવાઝોડા એ વેર્યો વિનાશ
બાગાયતી પાક જેવા કે કેળાં,કેરી ,શેરડી સહિત તલના પાકોમાં થયું નુકશાન
સુરતના કામરેજમાં સોથી વધુ કેળાં અને કેરીનાં પાકમાં થયું નુકશાન
ભગવાન તો રૂઠયો પણ સરકાર તમે ના રૂઠશો
આપો નુકશાનીનું વળતળ

કહેવાય છે દુનિયા માટે એક ભગવાન આકશ માં આબે બીજો ભગવાન જગતના તાતને માનવામાં આવે છે પરંતુ આજકાલ ધરતી પરના ભગવાન એવા જગતના તાત ની હાલત દયનીય બની જવા પામી છે છેલ્લા કેટલા વરસોથી ખેડૂતોની હાલત કુદરતી આફતોના કારણે બગડી છે માંડ હિમત રાખી ખેડૂત ઊભો થાય ત્યાં ફરી ભગવાન પરીક્ષા લેતો હોય એમ તુફાન અને કમોસમી વરસાદ આવી જાય આવું જ હાલ જોવા મમળી રહ્યું છે દક્ષિણ ગુજરાત માં હાલમાં પવન સાથે આવેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે કેમકે રાત દિવસ માવજાત કરી ઊભા કરેલા બાગાયતી પાક જમીન દોસ્ત થયા ખેડૂતને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે

આમતો દક્ષિણ ગુજરાતમાં શેરડી,ડાંગર,શાકભાજી અને સોથી વધુ બાગાયતી પાક લેવામાં આવે છે તેમાંય નવસારી,વલસાડ,સુરત,ભરૂચ જેવા વિસ્તારોમાં કેરી અને કેળાનો પાક સોથી વધુ લેવામાં આવે છે ચાલુ વરસે કેરી અને કેળાં નો પાક તૈયાર હતો માત્ર ખેડૂત ઉતારા ની રાહ જોઈને બેઠા હતા એવા સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વીજળી ના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વાવાઝોડું ત્રાટકતા કેરી અને કેળાંનો ઊભો પાક જમીન દોસ્ત થઈ જતાં ખેડૂતોને લાખોનું નુકશાન થવા પામ્યું છે ખેડૂતો લાચાર અને નિસહાય બની હવેર ફરિયાદ કોને કરવી ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોની વહારે આવી ખેડૂતોનું નુકશાની નું સર્વે કરાવી વળતળ આપે એવી હાથ જોડી પ્રાથના કરી રહ્યા છે

છેલ્લા કેટલા વરસોથી ગુજરાતનાં ખેડૂતો માવઠા નો માર સહન કરી રહ્યા છે ,અગાવ ઓખી ,ટોકતે,વાયુ જેવા અનેક સાયક્લોન સહન કર્યા છે હજી એના માર સરભર થયો નથી ત્યાં જ અચાનક આવેલા વાવાઝોડા એ ફરી એકવાર દક્ષિણ ગુજરાતનાં ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે . ખેડૂતો લાચાર અને નિસહાય બની ગયા છે એક તરફ મોંઘવારી અને મોંઘા બિયારણ અને મજૂરી ખર્ચ કરી પોતાના કિમતી પાક આંખ સામે તહેસ નહેસ થઈ જાય ત્યારે ખેડૂતોની શું હાલત થાય એ તો ખેડૂત જ જાણે ત્યારે સરકારે સહાય રૂપી મલમ લગાવી જગતના તાત ને જીવનદાન આપવું જોઈએ

જગતનો તાત આમતો દુનિયાના લોકો સુધી કાળી મજૂરી કરી અન્ન પેદા કરે છે ફળ પેદા કરે છે પણ જાણે કુદરત જગતના તાત સાથે રિસાયો હોય એમ દર વરસે કુદરત આફત લાઈને આવે છે ખેડૂત આકાશ તરફ મિંટ માંડી માટે ભગવાનને પાર્થના સિવાય બીજું કરી પણ સકતો નથી એક તરફ કુદરત રિસાયો છે અને બીજી તરફ સરકાર આ ખેડૂતોની વહારે આવે એવી માંગ ખેડૂત કરી રહ્યો છે . ગુજરાતીમાં એક કહેવત છે કે માણસ ધારે શું અને કુદરત કરે શું..

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી સુરત

error: