સુરત કામરેજમાં ચૂંટણીની બેઠકનું આયોજન
કેળા મંડળીની ચૂંટણીને માહોલ ગરમાયું
ચૂંટણીને લઈને બેઠકમાં કરાયું મનોમંથન
ચૂંટણીમાં જીતાડવા માટે આહવાન કરાયું
કેળા મંડળીની ચૂંટણીમાં કોણ બાજી મારે છે?
સુરતના કામરેજ ખાતે ભાજપની મહત્વની બેઠક યોજાઇ,કામરેજ કેળા મંડળીની યોજાનાર ચૂંટણીને લઇ બેઠકનું કરાયું આયોજન,પ્રથમ વાર મેન્ડેડ ઉપર યોજાવાની છે કામરેજ કેળા મંડળીની ચૂંટણી,ચૂંટણીને લઈને બેઠકમાં કરાયું મનોમંથન.
સુરત જિલ્લાના ખેડૂતો માટે સુગર મિલ બાદ કેળા મંડળી ખેડૂતો માટે જીવાદોરી સમાન છે ત્યારે કામરેજ કેળા મંડળીની આગામી ૨૦ તારીખના રોજ ચૂંટણી યોજાનાર છે,કેળા મંડળીની યોજાનાર ચૂંટણીને લઇ માહોલ ગરમાયો છે મહત્વની વાત તો એ છે કે પ્રથમ વાર જ કામરેજ કેળા મંડળીની મેન્ડેડ ઉપર ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોને મેન્ડેડ આપવામાં આવ્યા છે અને એ જ મેન્ડેડ ઉપર ઉમેદવારો કેળા મંડળીની ચૂંટણી લડવાના છે,યોજાનાર ચૂંટણીને લઈને જ ભાજપ દ્વારા આજ રોજ એક અગત્યની બેઠક યોજાઇ હતી.
કામરેજ કેળા મંડળીના કુલ ૪૫૦૦ થી વધુ સભાસદો છે ત્યારે ૧૭ ઝોન માટે આગામી ૨૦ તારીખના રોજ ચૂંટણી યોજાવાની છે,૧૭ ઝોન પૈકી ૧૨ ઝોન બિનહરીફ થતાં પ્રમુખ સહિત ૫ ઝોનની ચૂંટણી યોજાનાર છે,કામરેજ કેળા મંડળીની ચૂંટણીને લઈ માહોલ ગરમાયું છે.કામરેજ કેળા મંડળી તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સામાન છે,ત્યારે આ મંડળી વાર્ષિક અંદાજિત ૫૦ કરોડનો ટન ઓવર ધરાવતી મંડળી છે ત્યારે આગામી ૨૦ તારીખના રોજ યોજાનાર કેળા મંડળીની ચૂંટણી ઉપર સૌ ની નજર છે,હાલ કામરેજ પંથકમાં કેળા મંડળીની યોજાનાર ચૂંટણીને લઇ રાજકીય માહોલ જેવો જ ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે યોજાનારી કામરેજ કેળા મંડળીની ચૂંટણી ચૂંટણીમાં કોણ બાજી મારે છે અને કોણ મંડળીના પ્રમુખની ખુરશી બિરાજે છે તે ચૂંટણીના પરિણામ બાદ જ જાણવા મળશે.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી સુરત