Satya Tv News

May 3, 2023 #GUJRAT

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે આઝાદી પછીનું સૌપ્રથમ વખત ચાર રસ્તા પર શૌચાલય બનાવ્યું

ઝઘડીયા રાજપારડી ગામે બનાવ્યું શૌચાલય
આઝાદી પછીનું સૌપ્રથમ વખત બન્યું શૌચાલય
શૌચાલય બનતા ગામની જનતામાં ખુશી જોવા મળી
જાહેર જનતા માટે ખુલ્લુ મુકાવ્યું

YouTube player

ઉમલલા ની સેન્ચ્યુરી એન્કાંલીની રાજ પોલિફિલનાં સૌજન્યથી બનાવવામાં આવેલુ શૌચાલયનું ઉદઘાટન આજે ઝઘડીયા તાલુકાના પ્રાંત અધિકારી ડી.એસ.બારીયાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું.

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે આઝાદી પછીનું સૌપ્રથમ વખત ઉમલલાની સેન્ચ્યુરી એન્કાં લી ની રાજ પોલિફિલ નાં સૌજન્યથી અને તેમનસહયોગ થી શૌચાલય બનાવવામાં આવ્યુ હતુ. દેશ આઝાદ થયાને ઘણો સમય વિતી ગયો પણ આજ સુધી રાજપારડીમાં આમ જનતાની જીવનશૈલીને ઉપયોગી એટલે શૌચાલય બનાવવામાં આવ્યુ નહતું. ઝઘડીયા તાલુકો મોટા પાએ ખનીજોનો ભંડાર તરીકે ઓળખાય છે.અને ઘણા સમયથી GMDC રાજપારડી તેમજ મોટા મોટા સિલીકા પ્લાન્ટો ધમધમે છે. અને કેટલા પોલિટિકલ નેતાઓ તથા મોટા રાજપારડી ગામનાં આગેવાનો તથા હોદ્દેદારો હોવા છતાં પણ આજ સુધી આગળ આવ્યા નથી કે રાજપારડી મુકામે આજુબાજુનાં વિસ્તારમાંથી આવતી જાહેર જનતા માટે તેમની જીવનશૈલી ને જોડતી જરુરીયાત મંદ શૌચાલય બનાવવામાં આવે પરંતુ આજ સુધી બનાવવામાં આવ્યુ ન હતું. ?પરંતુ રાજપારડી પ્રગતિ પેનલ રાજપારડી નો વિકાસ માટે નો સંકલ્પ સાથે અને સૌવનો સાથ સૌવ નો વિકાસ સાથે આગળ આવી અને રાજપારડી જનતાને વચન આપ્યું હતું ઉમલલા ની સેન્ચ્યુરી એન્કાંલીની રાજ પોલિફીલના સૌજન્ય અને સહયોગથી બનાવેલ શૌચાલય ઝઘડીયા તાલુકાના પ્રાંત અધિકારી ડી એસ બારીયાના વરદ્ હસ્તે રીબીન કાપી ઉદઘાટન કરી આમ જાહેર જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યુ હતુ.

વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા

error: