Satya Tv News

ઝઘડિયામાં રસ્તા રોકો આંદોલનની ચિમકી
GIDCનોટીફાઇડ એરિયા કચેરીને રજુઆત
દસ દિવસમાં માર્ગ દુરસ્ત કરવા માંગ કરી
પ્રાથમિક જરુરતોને લઇને સવાલો ઉઠયા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સરદારપુરા ગ્રામ પંચાયતે ખરચીથી સરદારપુરા અને સરદારપુરાથી ઝઘડિયા જીઆઇડીસીને જોડતો માર્ગ બિસ્માર બન્યો હોઇ તાકીદે દુરસ્ત કરવા ઝઘડિયા જીઆઇડીસી નોટીફાઇડ એરિયા કચેરીને લેખિતમાં રજુઆત કરીને દસ દિવસમાં માર્ગ દુરસ્ત કરવા માંગ કરી હતી

YouTube player

ઝઘડિયાના ખરચી સરદારપુરા થી જીઆઇડીસીને જોડતો માર્ગ દુરસ્ત કરવા સરદારપુરા ગ્રામ પંચાયતે જીઆઇડીસી નોટીફાઇડ કચેરીને રજુઆત કરી
આ અંગે ગ્રામ પંચાયત દ્વારા કરાયેલ રજુઆતમાં જણાવાયું હતુંકે ખરાબ રસ્તાને લઇને બે જેટલી વ્યક્તિઓના મોત પણ થયા હતા. ગ્રામ પંચાયત દ્વારા લેખિતમાં કરાયેલ આ રજુઆતની નકલ ઝઘડિયા પોલીસ સ્ટેશન , જીઆઇડીસી પોલીસ સ્ટેશન, ઝઘડિયા મામલતદાર તેમજ ભરૂચ જિલ્લા કલેક્ટરને પણ મોકલવામાં આવી હતી. જો દસ દિવસમાં માર્ગ દુરસ્ત કરવા કોઇ કાર્યવાહી નહિ કરાય તો ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે એવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારના ગામોના ખેડૂતોએ જીઆઇડીસી માટે પોતાની મહામૂલી અને આજીવિકાનું સાધન ગણાતી જમીનો આપી હતી, વળી જીઆઇડીસી નજીકના ગામોની જનતા જીઆઇડીસીના ઉધોગોનું પ્રદુષણ પણ સહન કરતી હોય છે. ત્યારે જીઆઇડીસી દ્વારા તેના વિસ્તારમાં આવતા ગામોના લોકોની પ્રાથમિક જરુરતો જેવીકે રસ્તાઓ બાબતે આંખ મિચામણા કેમ કરવામાં આવે છે, એને લઇને સવાલો ઉઠવા પામ્યા છે.

વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા

error: