ઝઘડિયા:ઉમલ્લા પોલીસ મથકેથી ચોરીની બે મોટરસાયકલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા
ઝઘડિયાના ઉમલ્લા પોલીસ મથકેથી ઈસમની ઝડપી
મોટરસાયકલ ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલાયો
મોટરસાયકલના અસલ માંગ્યા કાગળ
તેજપોર તા.ઝઘડિયાની કરી અટકાયત
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી ઉમલ્લા ચોકડી પર વાહન ચેકિંગ દરમિયાન મોટરસાયકલ ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલાયો.જેમાં મોટરસાયકલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી અવારનવાર વાહન ચોરીના બનાવ બનતા હોય છે. ઘણા કિસ્સાઓમાં ચોરાયેલી મોટરસાયકલોના સ્પેરપાર્ટસ છુટા પાડીને ભંગારના વેપારીઓને વેચી દેવાતા હોય છે. ઉમલ્લા ખાતેથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ચોરીની બે મોટરસાયકલો પકડી પાડી હતી. વધુમાં મળતી વિગતો મુજબ ભરૂચ પેરોલ ફ્લો સ્કોર્ડ ટીમના માણસો ઉમલ્લા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન ઉમલ્લા ચાર રસ્તા ઉપર વાહન ચેકિંગ કરતા મોટરસાયકલો લઇને જતા બે ઇસમો શંકાસ્પદ જણાતા પોલીસે તેમની પાસે મોટરસાયકલના અસલ કાગળ માંગ્યા હતા, જે તેમણે રજુ કરેલ નહતા. આ બાબતે પોલીસને કોઇ સંતોષજનક જવાબ ન મળતા પોલીસે બન્ને મોટરસાયકલોની વિગત ઇ ગુજકોપ એપ્લીકેશનમાં સર્ચ કરતા બન્ને મોટરસાયકલના પાર્સિંગ નંબરો તેમજ એન્જિન અને ચેસિસ નંબરોમાં વિસંગતતા જણાઇ હતી. આ બન્ને ઇસમોની પુછપરછ કરતા તેઓ ઉડાવ જવાબ આપતા હતા. તેમની પાસેથી કોઇ સંતોષજનક જવાબ ન મળતા પોલીસે આ બન્ને ઇસમો પ્રકાશ ભક્તિ વસાવા રહે.તેજપોર તા.ઝઘડિયા તેમજ જગદીશ કાલિદાસ વસાવા રહે.તેજપોર તા.ઝઘડિયાનાની અટકાયત કરી હતી. ભરૂચ પેરોલ ફ્લોની ટીમના પેટ્રોલિંગ દરમિયાન ઉમલ્લા પોલીસ મથકમાં નંધાયેલ બે ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા