Satya Tv News

જંબુસરમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું
બાણુગામ સમાજ દ્વારા આવેદનપત્ર
પ્રમુખની ઉપસ્થિતિમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર
દફનવિધિ વણકર સમાજના સ્મશાનમાં કરી
આવેદનપત્ર આપવા અગ્રણીઓ રહ્યા હાજર

જંબુસરના છિદ્રા ગામે આવેલ લાલજી પરસોતમ પરમારની સમાધીને ગેરકાયદેસર તોડી નાખેલ જે બાબતે બાણું ગામ વણકર સમાજ પ્રમુખની ઉપસ્થિતિમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું.

YouTube player

પ્રમુખ ઈશ્વર જાંબુની અધ્યક્ષતામાં અપાયેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે છિદ્રા ગામના રહીશ સ્વર્ગવાસ લાલજી પરસોતમ પરમાર 4/3/19 ના રોજ મૃત્યુ પામ્યા હતા. તેઓની દફનવિધિ વણકર સમાજના સ્મશાનમાં કરેલ હતી.15/3/19 ના રોજ વિધિ પતાવી લાલજી પરમાર ઉર્ફે લાલજી ભગતના ધાર્મિક જીવનને ઉદ્દેશી સ્મશાન ભૂમિમાં સમાધિ બનાવી હતી. તેને કેટલાક ઈસમો દ્વારા ખંડિત કરવાનો પ્રયત્ન થતા સમાજ અગ્રણીઓએ સ્થળ નિરીક્ષણ કરી સમાધિને નુકસાન ન કરવા સમજાવેલ તેમ છતાં 28/4/23 ના રોજ સદર સમાધિ તોડી નાખવામાં આવતા સમાજના લોકોની લાગણી દુભાવવાનું કાર્ય કરેલ છે. જેને સખત શબ્દોમાં વખોડી સમાધિ તોડી નાખનાર વિરુદ્ધ પુનઃ સમાધિ સ્થાપિત કરી આપવાની માંગ કરી છે. આવેદનપત્ર આપવા અગ્રણીઓ હાજર રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર

error: