Satya Tv News

May 4, 2023 #AMOD, #GUJRAT

આમોદમાં દબાણ હટાવવાની જુમ્બેશ ચલાવતા લોકોમાં ફફરાટ

આમોદમાં દબાણ હટાવવાની જુમ્બેશ ચાલ્યું
જુમ્બેશ ચલાવતા લોકોમાં ફફરાટ
તાલુકા પંચાયત હોલ ખાતે દરબારમાં થઈ રજૂઆત
પોલીસ દ્વારા અમલવાડી કરાઈ
આમોદ ચોકડી પર કાયમી પોલીસ મેન રાખશે?

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે જિલ્લા પોલીસવડા ડો.લીના પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને આમોદ તાલુકા પંચાયત હોલ ખાતે બોલાવેલ લોક દરબારમાં થયેલ રજૂઆત સામે આમોદ પોલીસ દ્વારા અમલવાડી કરવામાં આવી હતી.

YouTube player

આમોદથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ૬૪ ઉપર આમોદ ચાર રસ્તા ઉપર વારંવાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જ્યાતા ની રજૂઆતના કારણે જિલ્લા પોલીસ વડાની સુચના અનુસાર આજરોજ આમોદ પીએસઆઇ અસવાર સાહેબ પોતાના સ્ટાફ સાથે આવી રોડ પર ઉભા રહેલ લાડી ગલ્લા તેમજ દુકાનદારો દ્વારા કરાયેલ દબાણ હટાવવાની જુમ્બેશ ચલાવતા લોકોમાં ફફરાટ જોવા મળ્યો હતો. તેમજ આમોદ ચાર રસ્તા ઉપર આડેધડ થતુ પાર્કિંગ પર હટાવેલ હતું.જ્યારે સરકારી બસ ઊભી રાખવા માટે પડતી તકલીફ તેમજ મુસાફરોને બસમાં ચડવા– ઉતારવા માટે પડતી મુશ્કેલીઓ ધ્યાને લઈને આમોદ પોલીસે સદનીય કામગીરી કરેલ હતી.

જો આમોદ ચાર રસ્તા ઉપર ટી.આર.બી ના જવાનો સાથે ટ્રાફિક પોલીસ પણ ઊભા રહે તો આ સમસ્યાનો કાયમી નિરાકરણ આવી શકે એમ છે .પરંતુ લોક મુખ્ય ચર્ચાય છે કે ટ્રાફિક પોલીસ મેન આમોદ મેઈન ચાર રસ્તાના બદલે સમા હોટલ.સામે અથવા સરભાણ ત્રણ રસ્તા કે આછોદ રોડ પર ઊભા રહે છે જેના કારણે મેન ચોકડી પર વારંવાર ટ્રાફિક જામ થવાના બનાવો બનતા રહે છે. તો શું આમોદ પોલીસ આમોદ મેઇન ચોકડી પર કાયમી પોલીસ મેન રાખશે કે પછી પરિસ્થિતિ પહેલે જેવી બનશે એ જોવાનું રહ્યું.

વિડીયો જર્નાલિસ્ટ ઈરફાન પટેલ સાથે સત્યા ટીવી આમોદ

error: