Satya Tv News

May 4, 2023 #GUJRAT, #NETRANG

ગુજરાત માં ઠેર ઠેર ક મોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજ રોજ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા માં બોબર બાદ વાતાવરણમાં પલટો આવતાં મેઘ રજા એ ભારે બેટિંગ કરી હતી

ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્ય માં હાલ ક મોસમી વરસાદ વરસી રહીયો છે, ત્યારે આજ રોજ બોપર બાદ નેત્રંગ તાલુકા માં ભર ઉનાળે અચાનક વાતાવરણમાં પલટો આવતા નગરજનો અચંબિત થઈ ઉઠ્યા હતા. ગુરુવારે બપોરે નેત્રંગ નગર માં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળા ડીબાંગ વાદળોની ફોજ આકાશમાં ચડી આવી હતી. જોતજોતામાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણ આહલાદક બનવા પામ્યું હતું.

હાલ રાજ્ય માં ઉનાળા ઋતુ ચાલતી રહી છે, ત્યારે ભારે ગરમી વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ભર ઉનાળે ચોમાસાનો માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતો પણ ચિંતા માં મુકાઇ ગયા છે. કમોસમી વરસાદથી ખેતીના પાકોને નુકસાન થવાની ભીતિ ધરતીપુત્રો સેવી રહ્યા છે. લગભગ અડધો કલાક સુધી વરસાદ વરસતા નગરના માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. વરસાદને પગલે વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી જવા પામી હતી ત્યારે નગર જનો એ ભર ગરમી માં વરસાદ ની મજા માણી હતી 

.વિડીયો જર્નાલિસ્ટ મિતેષ આહીર સાથે સત્યા ટીવી નેત્રંગ

error: